ખબર મનોરંજન

અરે બાપ રે… બિગબોસના ઘરમાં રાધેમાની આ એન્ટ્રીથી હલબલી ઉઠ્યો માહોલ, એક અઠવાડિયના લે છે આટલા લાખ રૂપિયા

લાલ રંગની ચણિયાચોળી પહેરી ને બિગ બોસ હાઉસ ની અંદર ગઈ રાધે માં, અંદર બધા ચોંકી ઉઠ્યા

ટીવી ઉપર હવે બિગબોસ સીઝન-14 શરૂ થઇ ગઈ છે. આ શો દર્શકોને ખુબ પસંદ આવે છે, તો શોની અંદર આવતા કલાકારો વચ્ચે પણ ઘરમાં જંગ જામે છે. દર વર્ષે આવતો આ શો કોઈને કોઈ કારણોને લઈને ચર્ચામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે ચર્ચાનો માહોલ જ અલગ છે. કારણ કે આ વર્ષે શોની અંદર થોડા વર્ષો પહેલા વિવાદોમાં રહેલા રાધે માની એન્ટ્રી થઇ છે.

Image Source

રાધે મા આ શોની અંદર પ્રતિસ્પર્ધી તરીકે નથી જોડાયા તે છતાં પણ તમેની ચર્ચાઓએ ખુબ જ જોર પકડ્યું છે. આજે પ્રસારિત થનારા શોની અંદર બિગબોસના ઘરમાં રાધે માનો પ્રવેશ થતા આપણે બધા જોઈશું. તે ઘરની અંદર પ્રવેશ કરશે અને શોના પ્ર્તીયોગીઓ સાથે વાતો પણ કરતા જોવા મળશે.

Image Source

હાલમાં તેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં રાધે મા ઘરમાં પ્રવેશ કરે છે અને બધા પ્રતિયોગીઓ તેમનું સ્વાગત પણ કરે છે. ત્યારબાદ તે સિંહાસન ઉપર બેસી જાય છે અને પ્ર્તીયોગીઓને કહે છે. “જે બાળક ઉપર મા ખુશ થાય છે, તે બાળક ઊંચાઇઓને સ્પર્શે છે.”

Image Source

ઘરમાં શો દરમિયાન જ સિદ્ધાર્થ શુકલા રાધે માના ચરણ સ્પર્શ કરતા પણ જોઈ શકાય છે. તે રાધે મા પાસેથી આશીર્વાદ પણ લે છે. વીડિયોના અંતમાં રાધે મા હાથમાં ત્રિશૂળ લઈને ડાન્સ કરતા પણ જોવા મળે છે. જયારે પ્ર્તીયોગીઓ ખુશ થઈને “રાધે માં રાધે મા” બોલીને તેમનો ઉત્સાહ પણ વધારે છે.

Image Source

રાધે મા આ પહેલા પણ શોમાં નજર આવી ચુક્યા છે. અને હજુ આગામી સમયમાં પણ તે બિગ બોસના ઘરમાં આવતા રહેશે, રિપોર્ટ પ્રમાણે જોઈએ તો રાધે માને આ શોની અંદર આવવાની ઘણી જ મોટી રકમ મળે છે. એક રિપોર્ટ પ્રમાણે અઢવાડિયાના રાધે મા 75 લાખ રૂપિયા ફી આ શોમાં આવવાની લે છે.

 

View this post on Instagram

 

A post shared by Colors TV (@colorstv) on

તો સિદ્ધાર્થ શુકલા 2 અઠવાડિયા ઘરની અંદર રહેશે. પરંતુ કદાચ તમને નહિ ખબર હોય કે ફક્ત બે અઠવાડીયા સુધી ઘરમાં રહેવા માટે સિદ્ધાર્થ મસ મોટી રકમ લેવાનો છે. રિપોર્ટ્સ પ્રમાણે સિદ્ધાર્થ 35-40 લાખ રૂપિયા લેવાનો છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સિદ્ધાર્થને બિગ બોસ-13ના શરૂઆતી મહિમા 9 લાખ રૂપિયા પ્રતિ સપ્તાહ મળતા હતા. પરંતુ હવે ત્યારબાદ શો આગળ વધી ગયો છે. તો સિદ્ધાર્થને 18 લાખ રૂપિયા પ્રતિ અઠવાડિયાના મળે છે. જેના કારણે સિદ્ધાર્થને એ સીઝનમાં 2.5 કરોડ રૂપિયા મળ્યા હતા.

Image Source

માત્ર સિદ્ધાર્થ જ નહીં પરંતુ હિના ખાન, ગૌહર ખાન, અને પ્રિન્સ નરુલા પણ આ સીઝનમાં પાછા ફરી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.