એક એવું સ્પા સેન્ટર જ્યાં રાત્રે ઉમડતી હતી ભીડ…રેડ દરમિયાન નવી નવેલી દુલ્હનને જોઇ પોલિસના પણ ઉડ્યા હોંશ

5 છોકરી અને 7 છોકરા: પોલીસે અચાનક જ અંદર રેડ પાડી તો આવી હાલતમાં ઝડપાયા, જોઈ લો તસવીરો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર પોલિસ દ્વારા સ્પા સેન્ટરમાં દેહવેપારનો ધંધો ચાલતો હોવાનો પર્દાફાશ થાય છે, ત્યારે હાલમાં હરિયાણાના યમુનાનગરમાં એક સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે સ્પા સેન્ટરમાં ઘણા પુરુષો અને સ્ત્રીઓને વાંધાજનક સ્થિતિમાં જોયા. દરોડા દરમિયાન એક નવી નવેલી દુલ્હન પણ મળી આવી જેના હાથમાંથી મહેંદીનો રંગ પણ નહોતો ઉતર્યો.. પોલિસ તેને જોઈને પોલીસ ચોંકી ગઈ હતી.

કાર્યવાહી દરમિયાન પોલીસે નવી નવેલી દુલ્હન સહિત 10 લોકોની ધરપકડ કરી અને હાલ પોલીસ આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે. વાસ્તવમાં આ આખો મામલો યમુનાનગર જિલ્લાના હુડ્ડા સેક્ટર 17 પોલીસ સ્ટેશનનો છે. અહીં મિની સચિવાલયથી થોડે દૂર ઘણા સ્પા સેન્ટર ખોલવામાં આવ્યા છે. પોલીસને એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે અહીંના એક સ્પા સેન્ટરમાં વેશ્યાવૃત્તિ ચાલી રહી છે. માહિતીના આધારે પોલીસે મંગળવારે મોડી રાત્રે દરોડો પાડ્યો અને આ દરમિયાન સ્પા સેન્ટરની અંદરની હાલત જોઈ પોલીસ પણ દંગ રહી ગઈ.

અહીં અનેક સ્ત્રી-પુરુષો વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન એક યુવતીએ જણાવ્યું કે ત્યાં છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવે છે. માહિતીના આધારે સ્પા સેન્ટરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક આરોપી છત પરથી કૂદીને ભાગી ગયો હતો. આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસને એક નવપરિણીત મહિલા પણ મળી જેને જોઈને પોલીસ દંગ રહી ગઈ હતી. નવી પરિણીત મહિલાના હાથ પરની મહેંદીનો રંગ પણ નહોતો ગયો.

તેના લગ્ન 15 દિવસ પહેલા જ થયા હોવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે આરોપી છોકરાઓમાં યુપીના સહારનપુરથી અભ્યાસ કરવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. હુડ્ડા સેક્ટર 17 પોલીસ સ્ટેશનના એસએચઓએ આ વાતની પુષ્ટિ કરી છે. બીજી તરફ યુવતીઓએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની લાચારીનો લાભ લઈને સંચાલક ગંદુ કામ કરાવતો હતો અને મસાજના નામ પર દેખાડો કરવામાં આવતો હતો.

Shah Jina