કલાકના હિસાબથી રૂમ, સગીર સહિત આપત્તિજનક હાલતમાં મળ્યા 5 કપલ, કલાકનો હતો આટલો ભાવ

હોટલમાં છોકરા જોડે રંગરેલિયું મનાવતી ઝડપાઈ સગીર કોલગર્લ, કહ્યું એવું કે પોલીસને પણ દયા આવી ગઈ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાત સહિત દેશમાંથી ઘણીવાર સેક્સ રેકેટ ઝડપાયાના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં પટનામાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજીવ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક હોટલનો આ મામલો છે. પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારની એક હોટલમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, જે બાદ પોલીસે સંપૂર્ણ તૈયારી કરી રેડની યોજના બનાવી હતી. પછી થયું એવું કે જ્યારે પોલીસે આ હોટલના રૂમમાં દરોડો પાડ્યો ત્યારે એક સગીર છોકરી એક છોકરા સાથે ઝડપાઈ.

પોલીસે તેમને તાબડતોબ કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટનાના નેપાળી નગર સ્થિત મહાવીર કોલોનીમાં એક હોટલ હતી. છેલ્લા દિવસોમાં આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આ દરમિયાન પોલીસે શનિવારે દરોડા પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો.

દરોડા દરમિયાન હોટલ મેનેજર અને એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે હોટલ માલિક ભાગી જવામાં સફળ રહ્યો હતો. દરોડા દરમિયાન હોટલના રૂમમાંથી 16 વર્ષની સગીર છોકરી મળી આવી હતી. તેની સાથે એક સગીર છોકરો પણ હતો. પોલીસ આવતાની સાથે જ રૂમની હાલત જોઈને સ્પષ્ટ થઈ ગયું કે ત્યાં ખોટું થઈ રહ્યું હતુ.

પોલીસ કાર્યવાહીમાં ફસાયેલી 16 વર્ષની સગીર છોકરીએ આરોપ લગાવ્યો છે કે તેને સતત બ્લેકમેલ કરવામાં આવી રહી છે. તે આવું કંઇ થાય તેવું ઇચ્છતી નહોતી, પરંતુ તેને બળજબરીથી ઇન્ટિમેટ થવા માટે બ્લેકમેલ કરવામાં આવી હતી.

જે હોટલમાં પોલિસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, ત્યાં લગભગ 20 રૂમ છે. ઘણા સમયથી અહીં યુવક-યુવતીઓનો મેળાવડો જામ્યો હતો. પોલીસનું કહેવું છે કે હોટલમાં ગેરકાયદેસર રીતે છોકરા-છોકરીઓને રૂમ આપવામાં આવતા અને કલાકદીઠ પૈસા વસૂલવામાં આવતા હતા.

પોલીસને ઘટનાસ્થળે 4 પુખ્ત અને એક સગીર દંપતી મળી આવ્યા હતા, જેમને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસ આ મામલે કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે. સગીરને શેલ્ટર હોમમાં મોકલવામાં આવશે.સગીર છોકરી અનુસાર, એક કલાકના 2-3 હજાર લેવામાં આવતા હતા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina