ખબર

અમેરિકામાં બિરલા પરિવારની મા-દીકરી સાથે કરવામાં આવ્યો દુર્વ્યવહાર, રેસ્ટોરન્ટમાંથી બહાર ધકેલી મૂક્યા, જાણો વિગત

દેશના સૌથી મોટા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પરિવારની સાથે અમેરિકાના વોશિંગટનમાં જાતીભેદનો વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. કુમાર મંગલમની દીકરી અનન્યા બિરલાએ પોતે જ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.

Image Source

અનન્યા બિરલાએ પોતાના ટ્વિટની અંદર લખ્યું છે કે: “આ જ રેસ્ટોરન્ટ ‘સ્કોપ ઈટેલીયન રૂટ્સ’ દ્વારા મને અને મારા પરિવારને તેમના પરિસરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા. આ ખુબ જ જાતિભેદ અને દુઃખી કરનારો વ્યવહાર હતો. તમારે તમારા ગ્રાહક સાથે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ, આ યોગ્ય નથી.”

અનન્યાએ એક બીજી ટ્વીટ પણ કરી છે જેમાં તેને લખ્યું છે કે: “અમે રેસ્ટોરન્ટમાં જમવા માટે 3 કલાક સુધી રાહ જોઈ. શેફ એન્ટોનિયો તમારા વેટર જોશુઆ સિલ્વરમેને મારી માતા સાથે ખુબ જ અભદ્ર વ્યવહાર કર્યો. જેને હકીકતમાં જાતિભેદ જ કહેવામાં આવશે. આ યોગ્ય નથી.”

કુમાર મંગલમ બિરલાની પત્ની અને અનન્યા બિરલાની મા નીરજા બિરલાએ પણ પોતાની ટ્વીટમાં તેમની સાથે થયેલા જાતિવાદની ઘટના વિશે જણાવ્યું છે. નીરજા બિરલાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે: “રેસ્ટોરન્ટને કોઈપણ ગ્રાહક સાથે આ પ્રકારનો અસભ્ય વ્યવહાર કરવાનો કોઈ અધિકાર નથી.”

Image Source

નીરજા બિરલાનો દીકરો અને ક્રિકેટર અર્યમાન બિરલાએ પણ આખી ઘટના ઉપર અફસોસ વ્યક્ત કરતા પોતાની ટ્વીટમાં લખ્યું કે: “દુનિયાની અંદર હજુ પણ જાતિવાદ કરવામાં આવી રહ્યો છે અને આ એક સત્ય છે.”

Image Source

સોશિયલ મીડિયા ઉપર અનન્યા બિરલાની ટ્વીટ ઉપર યુઝર્સ પોતાનું જબરદસ્ત રિએક્શન આપી રહ્યા છે. ઘણા સેલેબ્રિટીઓએ પણ અનન્યા બિરલાની ટ્વીટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. અનન્યા બિરલા એક સિંગર છે અને તે ઈ-કોમર્સ કંપની ક્યુરોકાર્ટની ફાઉન્ડર અને સીઈઓ પણ છે.