લેખકની કલમે

રચના : એક કોલગર્લની પ્રેરણાત્મક કહાની ! અનાથ હોવાને કારણે “ફી” ની ભરપાઈ ન થતા ….. વાંચો આગળ પૂરી કહાની

પ્રોફેસરે રચનાને કહ્યું, રચના તારી જ ફી બાકી છે ! રચનાએ કહ્યું, સર હું બે દિવસમાં જ ભરી દઈશ ! પ્રોફેસર બોલ્યા, બે દિવસનો ત્રીજો દિવસ ન થવો જોઈએ. રચનાએ કહ્યું, હા સર ! રચના બેંગ્લોરમાં એકલી રહેતી હતી. તેના મમ્મી-પપ્પા નહોતા અને કાકા-કાકીએ તેનો ઉછેર કરી અને બહાર ભણવા મૂકી દીધી હતી. રચના બીજી છોકરીઓ સાથે ફ્લેટમાં રહેતી હતી અને ત્યાં જ જમવાનું બનાવતી. રચનાના મનમાં એક જ વાત હતી કે વીસ હજાર રૂપિયા ફી કેવી રીતે ભરવી ? રચનાએ તેના કાકાને ફોન કર્યો પણ તેમને પૈસા માટે ચોખ્ખી ના પાડી દીધી ! રચના કૉલેજથી ઘરે આવી અને જમ્યા વગર બેસીને વિચારવા લાગી કે પૈસા ક્યાંથી લાવું ? તેની રૂમમેટ સાક્ષીએ કહ્યું, રચના શું થયું ?

રચનાએ બધી વાત કરી અને સાક્ષી બોલી, હા તારી વાત તો સાચી છે. રચનાના રૂમમાં બીજી એક છોકરી પણ રહેતી હતી એનું નામ નમ્રતા હતું. સાક્ષી અને રચના વાત કરતાં હતાં ત્યારે નમ્રતા બોલી, મારી પાસે એક આઈડિયા છે ! રચનાએ કહ્યું, શું ? નમ્રતાએ કહ્યું, તું એક જ નાઈટમાં તારા ફી ભરવા જેટલા પૈસા કમાઈ લઈશ અને એ પણ મજાથી સુઈને ! સાક્ષી બોલી, તું કેવી વાત કરે છે નમ્રતા ! તું રચનાને કોલગર્લ બનવા કહે છે ! નમ્રતાએ કહ્યું, હા તો એમાં ખોટું શું છે ? આ પણ હાઈપ્રોફાઈલ બિઝનેસ જ તો છે ! રચના ચુપચાપ સાંભળતી હતી અને સાક્ષી ત્યાંથી જતી રહી. નમ્રતા બોલી, જો રચના તું આ બિઝનેસમાં હોઈશ તો તને એટલા બધા રૂપિયા મળશે કે તું માસ્ટર પણ કરી શકીશ અને સારી રીતે રહી પણ શકીશ ! રચનાના મનમાં માત્ર પૈસાની મજબૂરી હતી અને એણે ધીમા અવાજમાં કહ્યું, હું આ માટે તૈયાર છું ! નમ્રતા બોલી, ગુડ તો ક્યારે સ્ટાર્ટ કરવું છે ? રચના બોલી, આજ રાતથી જ ! રચનાના મનમાં વિચારોની ભરતી આવી ગઈ અને એ વિચારવા લાગી કે મને એકવારના પૈસા મળી જાય એટલે ઘણું !

રાતના આઠ વાગ્યા અને રચના તૈયાર થઈ ગઈ. એણે નવા કપડાં પેર્યા અને બાજુમાં ઉભેલી નમ્રતા બોલી, નજીકની રેસ્ટોરન્ટમાં પાર્ટી છે ત્યાં તારે જવાનું છે ! રચના આપેલા એડ્રેસ પર ગઈ અને પાર્ટીમાં પહોંચી. રેસ્ટોરન્ટના ગેટ પાસે એક વ્યક્તિ ઉભો હતો એ બોલ્યો, રચના ? રચના બોલી, હા. એ આદમી બોલ્યો, હું અનિલ છું. રચના બોલી, યસ, હું તમને જ મળવા આવી છું. અનિલ બોલ્યો, તો પાર્ટીમાં જઈએ ? રચના બોલી, યસ ! રચના પાર્ટીમાં ગઈ અને એ લોકોના રંગમાં ભળી જવાનો પ્રયાસ કરતી હતી પણ એનું મન નહોતું માનતું ! અનિલે હોટેલનો એક રૂમ બુક કરાવ્યો હતો અને પાર્ટીની અધવચ્ચે અનિલ રચનાને રૂમમાં લઈ ગયો. અનિલે વાઈન મંગાવી અને પીવા લાગ્યો. રચનાએ પણ થોડી વાઈન પીધી. અનિલ રચનાની નજીક આવ્યો, રચનાની ધડકન મેરેથોનની જેમ દોડતી હતી અને અનિલે રચનાના કપડાં ઉતારવાનું શરું કર્યું ! રચના અનિલમાં ઢળી ગઈ અને રચનાની આંખ ખુલી તો સવારના છ વાગ્યા હતાં. રચનાએ કપડાં પેર્યા અને અનિલ પણ ઉઠ્યો ! અનિલે કહ્યું, તે મને ખુશ કરી નાંખ્યો ! અનિલે રચનાને ત્રીસ હજાર રૂપિયા આપ્યા અને રચના પૈસા લઈને પોતાના રૂમ પર પહોંચી અને તરત નાહવા ગઈ અને બાથરૂમમાં જોરજોરથી રડવા લાગી !

દસ વાગ્યે રચના કોલેજ પહોંચી અને વીસ હજાર રૂપિયા ફી ભરી અને બાકીના પૈસાથી રૂમનું ભાડું પણ ભર્યું ! રચના દુઃખી હતી પણ એના મનમાં પૈસાની મજબૂરી હવે લાલચનું સ્વરૂપ લેવા લાગી હતી. રચના અઠવાડિયામાં બે રાત હાઈપ્રોફાઈલ લોકો સાથે રહેતી અને પૈસા કમાતી હતી. રચના એક દિવસ એના રૂમમાં વાંચતી હતી ત્યારે તેની રૂમ પાર્ટનર સાક્ષી સાથે બોલાચાલી થઈ અને સાક્ષીએ રચનાને વૈશ્યા નામની બોલાવી અને રચના કંઈ જ ન બોલી અને જોરજોરથી રડવા લાગી ! રચના ફસાઈ ચુકી હતી અને એને એની ભૂલનું ભાન પણ થયું પણ મોડું થઈ ચૂક્યું હતું. કોલગર્લના બિઝનેસમાં રચનાનું નામ હાઈપ્રોફાઈલ સર્વિસમાં બોલાતું હતું અને રચના સાથે એક રાત સુવા કેટલાય બિઝનેસમેન આતુર હતાં. આમ ને આમ રચના કોલગર્લની સર્વિસ આપતી રહી અને હવે આ ધંધો તેની માટે પ્રોફેશન સમાન હતો. રચનાનું સ્વમાન ધીમે ધીમે ખોવાતું જતું હતું અને એક દિવસ તેણે આ કામ છોડવાનો નિર્ણય લીધો. રચના શાંતિથી પોતાના રૂમમાં બેઠી હતી અને કેટલાક લોકો રચનાને પરાણે લઈ ગયા અને એક બિઝનેસમેને રચના સાથે પરાણે એકાંત માણ્યું. હવે આ વાત રચનાની મજબૂરીથી, પ્રોફેશનથી રેપ સુધી આવી ગઈ હતી ! રચનાએ નક્કી કર્યું કે તે હવે હું આત્મહત્યા જ કરીશ. રાત્રે એક વાગ્યે રચના ટેરેસ પર ગઈ અને નોટ લખીને પોતાના ખિસ્સામાં મૂકી અને પોતાની જાતને પડતું મુકવા ગ્રીલ ક્રોસ કરી. રચના રડતી હતી અને વિચારતી હતી કે મારું જીવન કચરો બની ગયું છે અને આ જીવન હવે કંઈ કામનું નથી ! રચના જેવું પડતું મૂકે એ પહેલા એક ચિઠ્ઠી તેના પગમાં આવી અને રચનાએ એ ચિઠ્ઠી ખોલી અને જોયું તો એમાં કંઈક લખેલ હતું ! રચના તરત પાછી આવી અને પોતાના રૂમમાં ગઈ !

સવારના નવ વાગ્યા અને રચના બેંગ્લોરથી ફ્લાઈટમાં બેસીને ભાવનગર આવી અને એક શાળામાં શિક્ષક તરીકેની નોકરી લીધી. રચના આર્ટ્સમાં અંગ્રેજી ભણાવવા લાગી અને પોતાનો ભૂતકાળ ભુલાવવા સાંજે મોડા સુધી લાઈબ્રેરીમાં વાંચન કરવા લાગી અને એક દિવસ તેને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો અને એ દિવસે રાત્રે તેણે ચિઠ્ઠી ખોલી અને એ ચિઠ્ઠીને ચૂમવા લાગી, કારણ કી ચિઠ્ઠીમાં સ્વામી વિવેકાનંદ વિશેનો નિબંધ લખેલ હતો અને એનાથી જ રચનાને પ્રેરણા મળી હતી. રચના પોતાના દરેક વિદ્યાર્થીઓને જીવનમાં આત્મવિશ્વાસ અને સત્યનું આચરણ કરતાં શીખવે છે અને દરરોજ સારા પુસ્તકોનું વાંચન કરીને પોતાના જીવનને ઉજળું બનાવે છે !