ઢોલીવુડ મનોરંજન

નવરાત્રીમાં પગને થનકાર અપાવતું સાંત્વની ત્રિવેદીના સ્વરમાં “રાસ રમવાને શ્યામ જો આવે” ગીત થયું રિલીઝ

છેલ્લા કેટલાય સમયથી એક અવાજ દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. જેના ગીત આવવાની સાથે જ લાખો લોકો નિહાળે છે અને જેના ગીતની લાખો લોકો કાગડોળે રાહ પણ જોઈને બેસે છે. એવી ગાયિકા સાંત્વની ત્રિવેદી હંમેશા કંઈક નવું અને કર્ણપ્રિય ગીત લઈને આવે છે.

સાંત્વની ત્રિવેદીનો આવાજ ચાહકોને ખુબ જ પસંદ છે. એવું લાગે જાણે સાંત્વનીના કંઠમાં સાક્ષાત સરસ્વતી મા જ બિરાજમાન છે. અને પોતાની આ પ્રતિભા અને સુરીલા આવાજના કારણે જ ખુબ જ ઓછા સમયમાં તેને ઘણું જ મોટું નામ લેવી લીધું છે.

થોડા સમય પહેલા જ સાંત્વની દ્વારા ગાવામાં આવેલા ગીત “વાલમ વાલીડા”, “વેરી વરસાદ” અને “માર મન મોહી ગયું” ઉપરાંત બીજા પણ ઘણા ગીતો ચાહકોને ખુબ જ પસંદ આવ્યા હતા. લાખો લોકોએ આ ગીતોને નિહાળ્યા છે અને ચાહકો આ નવરાત્રીમાં પણ સાંત્વનીના મધુર સ્વરને સાંભળવા માટે ઉત્સુક હતા.

હવે સાંત્વનીનું આ નવરાત્રીમાં એક નવું ગીત “રાસ રમવાને શ્યામ જો આવે” પણ ચાહકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગીતના શબ્દો જ સાંભળીને આપણું મન વૃંદાવનમાં રાસ રમવા માટે પહોંચી જાય અને સાંત્વનીનો સુરીલો અવાજ આ ગીતમાં ચાર ચાંદ લગાવી દે છે.

આ ગીતની અંદર સાંત્વની ત્રિવેદીએ તો પોતાનો મધુર સૂર પૂર્યો જ છે સાથે આ વખતે સાંત્વનીને સાથ આપ્યો છે કેલ્વિન મહેતાના સૂરે પણ. બનેંની આ જુગલબંધી સાંભળીને મન વૃંદાવનમાં રાસ રમવા માટે અચૂક પહોંચી જાય છે.

આ ગીતને સંગીત આપ્યું છે પૂર્વેશ દવેએ. ગીતના શબ્દો લખ્યા છે મોહિત મહેતાએ. આ સમગ્ર ગીતનું રચનાત્મક ડાયરેક્શન નીરવ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીતને કેમેરામાં કેદ કર્યું છે દેવ પટેલ અને અમિત ઢોલીએ. સાથે આ ગીતમાં અભિનય પણ સાંત્વની ત્રિવેદી અને અવિનાશ પંડ્યાએ કર્યો છે.

સાંત્વની ત્રિવેદી આ નવરાત્રી પર તેમના ત્રણ ગીતો લઈને આવે છે. જેમાંથી તેમનું પહેલું ગીત “રાસ રમવાને શ્યામ જો આવે” રિલીઝ થયું. આ ગીતને એક જ દિવસમાં 50 હજારથી વધુ લોકોએ જોયું છે.

તો તમે પણ નીચે ક્લિક કરી અને આ સુમધુર ગીતને નિહાળો, અને આંખો બંધ કરી ખોવાઈ જાઓ શ્યામના રાસમાં…..

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.