બોલીવુડનો આ ખ્યાતનામ અભિનેતા દુબઈની ફલાઇટમાં એકલા એજ કરી સફર, વીડિયો શેર કરીને જણાવ્યો અનુભવ, જુઓ

કોરોના કાળની અંદર લગભગ મોટાભાગના લોકોનું જીવન બદલાઈ ગયું છે, તે ભલે પછી સામાન્ય માણસ હોય કે પછી કોઈ સેલેબ્રીટી. દરેક વ્યક્તિને મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડ્યો છે.  હાલમાં જ અભિનેતા આર માધવને ફ્લાઇટ ટ્રાવેલિંગ કરતા સંતે પોતાની જિંદગીના સૌથી મનોરંજક અને ઉદાસ કરી દેવા વાળા અનુભવને શેર કર્યો હતો. તેને પોતાના જીવનના સૌથી અલગ ટ્રાવેલ અનુભવને ઇન્સ્ટાગ્રામ ઉપર ચાહકો સાથે શેર કર્યો હતો.

આર માધવને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ગયા મહિને 26 જુલાઈના રોજ શૂટ કરવામાં આવ્યા હતા. જયારે તે શૂટિંગના કારણે ટ્રાવેલિંગ કરી રહ્યો હતો. વીડિયોની અંદર માધવને બતાવ્યું છે કે ફલાઇટમાં ટ્રાવેલિંગ કરનાર તે એકલો વ્યક્તિ જ હતો. પહેલા વીડિયોની અંદર માધવન ફલાઇટની આખી સફર કરાવી રહ્યો છે. સૌથી હેરાનીની વાત એ છે કે આખી જ ફલાઇટ ખાલી છે અને ટ્રાવેલ કરવા વાળો તે એકમાત્ર જ વ્યક્તિ છે.

પોતાના બીજા વીડિયોની અંદર તેને એરપોર્ટ બતાવ્યું છે. જે બિલકુલ ખાલી છે. એરપોર્ટ ઉપર દૂર દૂર સુધી કોઈ માણસ નથી દેખાઈ રહ્યું.  આ નજારો પોતાની અંદર જ ખુબ જ હેરાન કરી દેનારો અને ઉદાસ કરી દેનારો હતો, જેનો ઉલ્લેખ માધવને જાતે જ કર્યો છે.

પોતાના ચોથા અને છેલ્લા વીડિયોની અંદર માધવને બિઝનેસ ક્લાસ લાઉન્જનો નજારો બતાવ્યો છે. જ્યાં તેના ઉપરાંત કોઈ બીજી વ્યક્તિ નથી, ત્યાં એટલો બધો સન્નાટો છે જેને જોઈને માધવનને લાગે છે કે તે કોઈ ભૂત બંગલામાં આવી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by R. Madhavan (@actormaddy)


આ હેરાન કરી દેનારા વીડિયો શેર કરતા માધવને લખ્યું છે કે “26 જુલાઈ 2021, મનોરંજક પરંતુ દુઃખદ. પ્રાર્થના કરી રહ્યો છું કે આ જલ્દીથી ખતમ થાય. જેના કારણે લોકો પોતાનાઓ સાથે મળી શકે. દુબઈમાં શૂટ”

Niraj Patel