અજબગજબ

24 લાખની શાનદાર નોકરી છોડીને આવી ગયો પોતાના ગામમાં, આ રીતે ખેતી કરી કમાય છે વર્ષે 2 કરોડ રૂપિયા

શહેરોની ચમક દમક જીવનને લાત મારીને આજે એવું કામ કર્યું કે 2 કરોડની કમાણી કરી અને સાથે કરોડો લોકોને મિશાલ આપી

આજે નોકરીને લઈને મનમાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે. જો નોકરી સરકારી હોય તો એટલી ચિંતા નથી રહેતી પરંતુ પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરનારની ચિંતા સૌથી વધુ હોય છે, કારણ કે ક્યાં સમયે કંપની તેમને છુટા કરે કઈ કહેવાય નહીં, વળી આ લોકડાઉનમાં ઘણા લોકોને પોતાની સારી એવી નોકરીમાંથી પણ હાથ ધોવા પડ્યા છે, ત્યારે ઘણા લોકો નોકરી છોડી અને કોઈ નાનો મોટો વ્યવસાય કરવાનું વિચારતા હોય છે. અને ઘણા લોકો એમાં સફળ પણ થતા હોય છે.

Image Source

આજકાલ ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે પોતાની સારી નોકરી છોડીને કોઈ નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચારતા હોય છે, અને સરકાર દ્વારા પણ આવા સ્ટાર્ટઅપ માટે સહાય પણ આપવામાં આવે છે. છત્તીસગઢના એક વ્યક્તિએ પણ આવું જ કર્યું, પોતાની કોર્પોરેટની નોકરી છોડીને પોતાના ગામ આવી ખેડૂતનું જીવન સ્વીકારી લીધું.

આ વ્યક્તિનું નામ છે સચિન કાલે જેને કોર્પોરેટ ક્ષેત્રમાં વાર્ષિક 24 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું, અને તેમાં તે નોકરી પણ કરતો હતો, પરંતુ એ નોકરી છોડીને પોતાના ગામ આવ્યો અને હવે ખેતી કરીને વાર્ષિક 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

Image Source

બીઈ મેકેનિકલ એન્જીનયર, ફાઇનાન્સમાં એમબીએ, એલએલબી અને અર્થશાસ્ત્રમાં પીએચડી કરી ચૂકેલા સચિન દેશની રાજધાની દિલ્હીમાં એક શાનદાર જીવન વિતાવી રહ્યો હતો. તેની પહેલી નોકરી વર્ષ 2003માં નાગપુરમાં શરૂ થઇ અને તેને છોડીને પુણેની એક કંપની જોઈન કરી. વર્ષ 2005માં તેમને એનટીપીસી સિપત સાથે જોડાણ કર્યું, ત્રણ વર્ષ પછી તે પાછો પુણે ચાલ્યો ગયો ત્યાં તેમને 12 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી.

સચિન જયારે પણ પોતાના માતા-પિતાને મળવા માટે આવતો ત્યારે તેના દાદા તેને કહેતા કે 9થી 6 સુધીની નોકરીમાં શું રાખ્યું છે? આ જીવન એકજવાર મળે છે. તેનો સદુપયોગ સમાજ કલ્યાણ માટે કરવો જોઈએ. તે પોતાના દાદાની વાત ધ્યાનથી સાંભળતો અને તેના માટે મંથન કરતો રહેતો.

Image Source

થોડા વર્ષો પછી સચિનને દિલ્હીની એક કંપનીએ 24 લાખ રૂપિયા વાર્ષિક પેકેજ આપવાની જાહેરાત કરી, તેની જિંદગી હવે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત બની ગઈ હતી. એક મોટું ઘર, એક શાનદાર કાર, અને એ બધું જ જે જીવન જીવવા માટે જરૂરી હોય એ તેની પાસે હતું.  પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ શહેરનું જીવન તેને કાંટાળા વાળું લાગવા લાગ્યું, અને તેને પોતાના દાદાજીની વાતો યાદ આવી.

સચિને 2014માં એક મોટો નિર્ણય લીધો.  તેને નોકરી છોડી અને પોતાના ઘરે આવવાનું નક્કી કરી લીધું, આ નિર્ણય તેના માતા પિતા માટે કોઈ આઘાતથી કમ નહોતો.  ખાસ કરીને તેના પિતા માટે, તેમને સચિનને પોતાનો પારિવારિક વ્યવસાયમાં જોડાઈ જવા માટે કહ્યું, પરંતુ સચિને પહેલાથી જ પોતાનું મન બનાવી લીધું હતું કે તે કઈ અલગ કરવા માટે છે. સચિને પોતાના ગામમાં ખેતી કરવાનું નક્કી કર્યું અને તેના પિતાને પણ હાર માનવી પડી.

Image Source

સચિને પોતાની પૂર્વજોની 20 એકડ જમીનની અંદર જાતે જ ટ્રેકટર લઈને ખેતી કરવાનું શરૂ કર્યું, ખેતી માટે વિશેષજ્ઞોની રાય લીધી અને ખેતરમાં ફળ અને શાકભાજી ઉગાડવા માટી શોધ પણ કરાવી, હંમેશા કોર્પોરેટ ક્લચરમાં કામ કરી ચૂકેલા સચિને પારંપરિક ખેતીને પણ કોર્પોરેટ રૂપ આપવાનું નાક્કી કર્યું અને તેના માટે ઇનોવેટિવ એગ્રી લાઈફ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પણ બનાવી. જેના દ્વારા ખેડૂતો માટે ફંડની વ્યવસ્થા કરવામાં આવે છે અને ખેતી ખર્ચ અને અન્ય હિસાબ રાખવામાં આવે છે.

આ ખેડૂતો માટે એક નવું મોડેલ હતું અને તેના દ્વારા ખેડૂતોની કમાણી દરેક સીઝનમાં વધવા લાગી, અને જોત જોતામાં તેમની સાથે 70 ખેડૂતો જોડાઈ ગયા અને ખેતી માટે તેમની પાસેથી સલાહ લેવા લાગ્યા.  બે વર્ષની અંદર જ તેમનું વાર્ષિક ત્રણ ઓવેર 2 કરોડ રૂપિયા થઇ ગયું.

Image Source

સચિન અનાજની પારંપરિક ખેતી ઉપરાંત દાળ, સીઝનેબલ શાકભાજી અને ફળોની ઓર્ગેનિક ખેતી પણ કરે છે. આજે સચિન ના માત્ર પોતાના ક્ષેત્રમાં પણ આખા દેશના યુબનો માટે એક મિસાલ બની ગયો છે. હાલમાં સચિનનું તેમના વિસ્તારમાં ઘણું જ સન્માન છે અને આસપાસના ખેડૂતો તેની પાસેથી સલાહ સૂચન લેવા માટે પણ આવતા રહે છે.