ગધેડીઓના દૂધથી ન્હાતી હતી દુનિયાની સૌથી સુંદર રાણી, સાંપથી ડંખ લગાવીને કરી હતી આત્મહત્યા

સુંદરતા માટે 700 -700 ગધેડીના દૂધથી નહાતી આ બેહદ ખુબસુરત રાણી, રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

તમે પણ ઇતિહાસમાં એવી ઘણી રાણીઓ અને રાજકુમારીઓ વિશે વાંચ્યું હશે જે માત્ર પોતાની સુંદરતાને લીધે ફેમસ હતી અને આજે પણ ઇતિહાસના પાના પર તેનું સૌંદર્ય અમર છે. એવામાં આજે અમે તમને એવી રાજકુમારી વિશે જણાવીશું જે દુનિયાની સુંદર રાજકુમારીના નામે ઓળખવામાં આવે છે.

મિસ્ત્રની રાજકુમારી ક્લિયોપૈટ્રાને સુંદરતાની દેવી પણ માનવામાં આવે છે. ક્લિયોપૈટ્રાને તેની સુંદરતા માટે જ જણાવામાં આવે છે, સાથે જ તેનું જીવન પણ અનેક રહસ્યોથી ભરેલું છે. જે આજે પણ શોધકર્તાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ક્લિયોપેટ્રા નામ પ્રાચીન ગ્રીક શબ્દ kléos પરથી આવે છે. જેનો અર્થ થાય છે મહિમા. ક્લિયોપૈટ્રા જેટલી સુંદર હતી તેના કરતા અનેક ગણી વધારે ચતુર, હોંશિયાર અને ષડયંત્રી હતી.

પિતાની મોત બાદ માત્ર 14 વર્ષની ઉંમરે ક્લિયોપૈટ્રા અને તેના ભાઈ ટોલેમી દિયોનિસસને સંયુક્ત રૂપે રાજ્ય પ્રાપ્ત થયું હતું. ભાઈને રાજ્ય પર ક્લિયોપૈટ્રાની સત્તા સહન ન થઇ શકી અને જેનાથી બળવો થઇ ગયો હતો, ક્લિયોપૈટ્રાને પોતાની સત્તાથી હાથ ધોવા પડ્યા અને સીરીયીમા જઈને શરણ લેવી પડી જો કે તેણે સાહસ છોડ્યું ન હતું.

કહેવામાં આવે છે કે ક્લિયોપૈટ્રા એટલી સુંદર હતી કે તે રાજાઓ અને સૈન્ય અધિકારીની પોતાની સુંદરતાની જાળમા ફસાવીને તેમની પાસેથી પોતાના દરેક કામ કઢાવી લેતી હતી. ગ્રીક રિપોર્ટરના અહેવાલ અનુસાર, ક્લિયોપેટ્રા મિસ્રની ભાષા શીખનાર પહેલી ટોલેમી શાસક હતી. તેમનાથી પહેલાના તમામ લોકો માત્ર ગ્રીક બોલતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે તેને 8 ભાષાઓનું જ્ઞાન હતું. તે સરળતાથી ઇથોપિયન, હીબ્રુ, અરામાઇક, અરબી, સિરિયાક, મેડિયન, પાર્થિયન અને લેટિન ભાષા બોલતી હતી. આ જ કારણ હતું કે તે જલ્દી કોઈની પણ સાથે જોડાઈ હતી હતી અને તેના દરેક રહસ્યો જાણી લેતી હતી.

ક્લિયોપૈટ્રા સુંદર દેખાવા માટે રોજ 700 ગધેડીઓનું દૂધ મંગાવતી હતી અને તેનાથી જ ન્હાતી  હતી, જેનાથી તેની ત્વચા વધુ સુંદર બની રહી હતી. તુર્કીમાં થયેલા એક અધ્યનના આધારે એક રિસર્ચના દરમિયાન જયારે ઉંદરડાઓને ગાય અને ગધેડીનું દૂધ પીવડાવવામાં આવ્યું તો દૂધ પીનારા ઉંદરડાઓના શરીર વધારે પડતા જ મોટા થઇ ગયા હતા જેના પરથી એ સાબિત થાય છે કે ગધેડીના દૂધમાં ગાયના દુધ કરતા ઓછી વસા હોય છે, જે દરેક ઈલાજ માટે બેસ્ટ માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે ક્લિયોપૈટ્રા મિસ્ત્ર પર શાસન કરનારી છેલ્લી રાણી હતી. જો કે તે આફ્રિકી, કોકેશિયસ કે પછી યુનાની હતી તે આજે પણ એક રહસ્ય બનેલું છે, જેના પર આજે પણ રિસર્ચ થઇ રહ્યું છે.ક્લિયોપૈટ્રાની મોત માત્ર 39 વર્ષની ઉંમરે જ થઇ હતી, પણ તેનું નિધન કેવી રીતે થયું તે આજે પણ એક રહસ્ય બનેલું છે. અમુક લોકોનું માનવું છે કે ક્લિયોપૈટ્રાએ સાંપથી ડંખ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી, તો અમુક લોકો કહે છે કે તેની મોત ઝેરનું સેવન કરવાથી થઇ હતી. જયારે અમુક લોકોનું કહેવું છે કે સાંપના ડંખ દ્વારા તેની હત્યા કરાવવામાં આવી છે.

Krishna Patel