વિરાટ 12 પાસ છે અને અનુષ્કા ટોપર છે, જાણો બીજા ક્રિકેટરો કેટલું ભણેલા છે
આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે. શિક્ષિત હોય તો જ આગળ વધી શકાય છે. પરંતુ જો તમે વિચારતા હોય તો આ વાત ખોટી છે. આપણામાં એક કહેવત છે કે ‘રખડે રાજા અને ભણે ભીખારી.’ આવું જ કંઈક ક્રિકટરમાં પણ જોવા મળે છે. ક્રિકેટના મેદાનમાં ભણતરનું મહત્વ નથી પરંતુ ગણતરનું ચોક્કસ મહત્વ છે.ક્રિકેટના મેદાનમાં ચોક્કા અને છક્કાનો વરસાદ કરતા ખેલાડીઓ અસલ જિંદગીમાં દસ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. આજે તમને આ લેખ દ્વારા ક્રિકટરની પત્ની અને ક્રિકેટરના ભણતર વિષે જણાવીશું.
1.અંજલિ-સચિન તેંડુલકર
View this post on Instagram
ક્રિકેટના ભગવાન મનાતા સચિન તેંડુલકરની પત્ની અંજલિએ ડોક્ટર છે.અંજલિએ મુંબઈની જે.જે. હોસ્પિટલમાં નોકરી પણ કરી ચૂકી છે. સચિન તેંડુલકરે માત્ર 14 વર્ષની વયે રમત શરૂ કરી હતી. તે ફક્ત 14 વર્ષની ઉંમરે મુંબઇની રણજી ટીમમાં જોડાનાર પ્રથમ ખેલાડી હતા. સચિન માત્ર 9 ધોરણ સુધી જ ભણેલા છે.
2.પ્રિયંકા – સુરેશ રૈના
View this post on Instagram
પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈના બેન્કર છે. આ પહેલા પ્રિયંકા સોફ્ટવેર એન્જીનીયર રહી ચુકી છે. પ્રિયંકાએ ગાઝિયાબાદની કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગમાંથી ભણતર પૂરું કર્યું છે. પ્રિયંકાએ Accenture અને Wipro જેવી કંપનીમાં કામ કરી ચુકી છે, પ્રિયંકાને કામને કારણે નેધરલેન્ડમાં રહે છે. ભણતરની વાત કરવામાં આવે તો તેને હાઈસ્કૂલ સુધીનું ભણતર જ પૂરું કર્યું છે.
3.અનુષ્કા શર્મા-વિરાટ કોહલી
View this post on Instagram
ભારતીય ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલીએ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. બંને નવા વર્ષની શરૂઆતમાં માતા-પિતા બનશે. બંનેએ 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. જાણકારી મુજબ અનુષ્કાએ આર્ટ્સમાં બેચલર ડિગ્રી મેળવી હતી. ઇકોનોમિક્સમાં તેનેમોડેલિંગ અને એક્ટિંગની કરિયરને પસંદ કરી હતી. તો વિરાટ કોહલી ફક્ત 12 ધોરણ જ ભણેલો છે.
4.સાક્ષી -મહેન્દ્રસિંહ ધોની
View this post on Instagram
ભારત ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ લીધો છે. તેણે ઔરંગાબાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટમાંથી અભ્યાસ કર્યો. સાક્ષી તેના લગ્ન પહેલા કોલકાતાની તાજ હોટલમાં ટ્રેની તરીકે નોકરી કરતી હતી. અહી જ તેની મુલાકાત ધોની સાથે થઇ હતી. જો કે હવે સાક્ષી તેનો તમામ સમય પરિવાર અને તેની પુત્રી સાથે વિતાવે છે. કેપ્ટન કૂલ ધોનીએ ક્રિકેટમાં 10મું પાસ કર્યા બાદ જ કદમ રાખી દીધા હતા. આ બાદ ક્રિકેટ ફિલ્ડમાં તેનો જલવો દેખાડ્યા બાદ ધોનીએ 12મું ધોરણ પૂરું કરીને બીકોમ કર્યું છે.
5.ગીતા બસરા- હરભજન સિંહ
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ અને પ્રખ્યાત ભારતીય સ્પિનર હરભજન સિંહની પત્ની ગીતા બસરા લંડનમાં ઉછરી છે. ગીતાએ અહીંથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે ત્યારબાદ તેણે કિશોર નમિત કપૂર અભિનય શાળામાંથી અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી ગીતા હરભજન સાથે મુંબઇમાં રહે છે. હરભજન સિંહે શિક્ષણની બાબતમાં ઉચ્ચત્તર માધ્યમિક સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ હરભજન સિંહ પંજાબ પોલીસમાં ડીએસપી પદ પર છે
6.હેઝલ કીચ- યુવરાજ સિંહ
View this post on Instagram
યુવરાજ સિંહની પત્ની હેઝલ લંડનની રહેવાસી છે. તેણીનું શિક્ષણ ઇંગ્લેંડમાં થયું હતું. હેઝલ રેડબ્રીજની બિલ હાઇ સ્કૂલમાં ભણતર પૂરું કર્યું છે. અભિનય અને સીંગીગનો શોખ હોવાના કારણે તે ગ્રેજ્યુએશન કરી શકી નહીં. હેઝલ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. યુવરાજસિંહના 6 બોલમાં 6 છક્કાનો રેકોર્ડ પોતાના નામે કરાવ્યો છે. યુવરાજ સિંહે ડીએવી પબ્લિક સ્કૂલમાં 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. યુવરાજ સિંહે કેન્સર જેવી બીમારીને મ્હાત આપી છે.
7.રાધિકા – અજિંક્ય રહાણે
View this post on Instagram
ભારતીય ટીમના વિશ્વસનીય બેટ્સમેન અને ટેસ્ટ ટીમના વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણેએ 2014 માં બાળપણની મિત્ર રાધિકા સાથે સાદગીથી લગ્ન કર્યા હતા. રાધિકા ગ્રેજ્યુએટ છે, તેણે મુંબઈ યુનિવર્સિટીના ગણેશ વિનાયક વેજ કોલેજમાં અભ્યાસ કર્યો છે. અજિંક્ય રહાણેએ એસવી જોશી હાઈસ્કૂલ ડોમ્બિવલીમાંથી ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.