મોડેલ બહેનની હત્યા કરવા વાળો ભાઈ ઉંમરકેદની સજાથી છૂટી ગયો, વિગત જાણીને આંચકો લાગશે

પાકિસ્તાની સોશિયલ મીડિયા સ્ટાર અને મૉડલ કંદીલ બલોચની હત્યા કરનારા તેના ભાઈને છોડી મુકવામાં આવ્યો છે. 14 ફેબ્રુઆરી સોમવારના રોજ લાહોર હાઇકોર્ટની મુલ્તાન બેન્ચે મોહમ્મદ વસીમને ઉમરકેદની સજાથી મુક્ત કરવામાં આવ્યો છે.

કંદિલના આરોપમાં વર્ષ 2019 માં ઉમરકેદની સજા મેળવનારા તેના ભાઈને માતા-પિતા દ્વારા ઇસ્લામી કાનૂન આધારે માફ કરી દેવાયા છે અને સજામાંથી મુક્તિ અપાવી છે. મોહમ્મદ વસીમની વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી પણ આ બાબતમાં શામિલ કંદીલના એક અન્ય ભાઈ સહીત પાંચ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણયના વિરુદ્ધ વસીમે લાહોર હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.

બલુચના માતા-પિતાએ સોમવારે માફ કરી દેવાયા હતા,અદાલતના એક અધિકારીએ કહ્યું કે તેઓ વસીમનાં વિરુદ્ધ પોતાના પહેલા મંતવ્યથી મુકરી ગયા હતા, જેમાં તેણે પોલીસને કહ્યું હતું કે તે તેની દીકરીની હત્યામાં શામિલ હતો.

અધિકારીએ કહ્યું કે એલએચસી મુલ્તાન પીઠના ન્યાયમૂર્તિ સોહેલ નાસીરના અભિયોજન પક્ષના દરેક 35 ગવાહોનાં મુકરી જવા અને કંદીલના કાનૂની વારસદાર દ્વારા ક્ષમાદાન આપવા બદલ નિર્ણય સંભળાવ્યો.

વસીમે 2016માં પોતાના લેખિત મંતવ્યમાં કહ્યું હતું કે કંદીલે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા પોસ્ટ, વિડીયો અમે મંતવ્યથી બલુચ અને તેના પરિવારનું અપમાન કર્યું. મૌલવી કવિ પર વસીમને પોતાની બહેનની હત્યા માટે ઉકસાવવાનો આરોપ લાગ્યો હતો કેમ કે સોશિયલ મીડિયા પર તેનો મજાક બનાવવામાં આવ્યો હતો.

Krishna Patel