સ્વિમિંગ પુલમાં બાળકોની સાથે નહાવા આવ્યો વિશાળકાય અજગર, વાલીઓ પણ કિનારે ઉભા રહીને લેવા લાગ્યા તસવીરો, જુઓ વીડિયો

સાપ આ ધરતી ઉપરના સૌથી ખતરનાક પ્રાણીઓમાંથી એક માનવામાં આવે છે, સાપને જોઈને ભલ ભલા લોકોની હવા ટાઈટ થઇ જતી હોય છે, જો તમે રસ્તામાં ચાલતા હોય અને સામે અજગર આવી જાય તો કેવી હાલત થાય ? સાંભળીને તમારા કમકમીયા વછૂટી જશે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને સૌના હોશ ઉડાવી દીધા છે.

વાયરલ વીડિયોની અંદર એક વિશાળકાય અજગર બાળકો સાથે સ્વિમિંગ પુલમાં ન્હાતો જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે. વાયરલ થઈ રહેલા વિલક્ષણ વિડિયોમાં જોઈ શકાય છે કે નાના બાળકો સ્વિમિંગ પૂલમાં ન્હાતા હોય છે. પછી પૂલમાં એક વિશાળ અજગર દેખાય છે.

વીડિયોમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે બાળકો આ મહાકાય અજગર સાથે રમતા જોવા મળે છે. આ ઉપરાંત અજગર તેમની વચ્ચે આનંદ સાથે પાણીમાં તરતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો અજગરને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. બાળકો બિલકુલ ડરતા નથી. આટલા વિશાળ અજગરની સામે વડીલોની હાલત ભલે બગડી જાય, પરંતુ બાળકો તેની સાથે આરામથી સ્નાન કરી રહ્યાં છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર rhmsuwaidi નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 13 સેકન્ડનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં  લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકોના માતા-પિતા પણ ત્યાં ઉભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. અને ફોટો પણ ક્લિક કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિદેશોમાં પણ ઘણા લોકો અજગર પાળે છે. આ અજગર પણ પાલતુ હોય તેવું લાગે છે.

Niraj Patel