અજબગજબ

પાયથન અને મગર વચ્ચે થઇ લડાઈ, અને પછી જાણો કોણ જીત્યું અને જુઓ

આપણે બધાએ જ સાંભળ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં ઘણી રોચક વસ્તુઓ જોવા મળી જાય છે. પછી એને તમે કુદરતનો કમાલ કહો કે તમને જે ગમે તે. અહીં તમેને આંખોને ગમી જાય તેવી કુદરતની ઘણી જગ્યાઓ પણ જોવા મળશે અને અહીં વન્ય જીવન પણ જોવા મળશે.

નાના-મોટા જીવડાઓથી માંડીને કાંગારૂઓ સુધીના બધા જ જીવ અહીં તમને સરળતાથી જોવા મળી જાય છે. ત્યારે આપણને એ પણ ખબર જ હશે જે એક પાયથન કોઈ પણ સજીવને આખેઆખું ગળી શકે છે. અને જો આવું જ દ્રશ્ય તમને જોવા મળી જાય કે જેમાં એક પાયથન એક મગરને આખેઆખો ગળી જાય છે તો કેટલો રોમાંચ થાય ને!

Image Source

આવી જ એક ઘટનાની તસ્વીરો કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી, ઓસ્ટ્રેલિયામાં એક પાયથન અને મગર વચ્ચે લડાઈ થઇ હતી. જેને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. આ ખોફનાક લડાઈની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી અને લોકોએ આ તસ્વીરને ખૂબ જ લાઈક અને શેર કરી હતી.

એક દિવસ ઓસ્ટ્રેલિયાના રહેવાસી માર્ટિન મુલર ક્વીન્સલેન્ડના માઉન્ટ ઇસ ગયા હતા જ્યા તેમને આ દ્રશ્ય જોયું અને કેમેરામાં કેદ કરી લીધું. તેને જોયું કે એક ઓલિવ પાયથન અને તાજા પાણીના મગર વચ્ચે લડાઈ જોયી અને આ લડાઈમાં ઓલિવ પાયથન તાજા પાણીના મગરને આખો ગળી ગયો.

આ તસ્વીરોને GG Wildlife Rescue Inc નામના ફેસબૂક પેજ પર શેર કરવામાં આવી છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ઓલિવ પાયથન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો પાયથન છે અને ઓસ્ટ્રેલિયાનો બીજા નંબરનો સૌથી મોટો પાયથન છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App