આંખોના પલકારે જ બે સસલા અને એક મરઘાને ગળી ગયો અજગર, પછી થઇ એવી હાલત કે વીડિયો જોઈને તમે પણ હલબલી જશો, જુઓ

અજગર એક એવું પ્રાણી છે જે પોતાના શિકારને જીવતો ગળી જાય છે, સોશિયલ મીડિયામાં અજગરના શિકારના ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને તો સૌના હોશ ઉડાવી દીધા છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક અજગર આંખના પલકારામાં 2 સસલા અને 1 મરઘાંને ગળી જાય છે પરંતુ પાછળથી માર્યા જવાના ડરથી તે તરત જ બધો ખોરાક બહાર કાઢી દે છે અને ભાગવાનો પ્રયાસ કરે છે. અજગરના આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે અજગર એક પોલ્ટ્રીમાં ઘૂસીને ત્યાંના 2 સસલા અને 1 મરઘાને ખાઈ જાય છે. આ દરમિયાન કેટલાક લોકો ત્યાં પહોંચી જાય છે અને અવાજ કરવા લાગે છે. પછી તેમનાથી બચવા માટે, અજગર દોડવા માંગે છે પરંતુ, દોડી શકતો નથી કારણ કે ખાધા પછી તેના શરીરનું વજન વધી જાય છે અને તે ઝડપથી ચાલી શકતો નથી. બીજી તરફ સ્થળ પર હાજર લોકો અવાજ ઉઠાવતા રહે છે.

આ પછી અજગર ત્યાંથી બહાર નીકળી જવાનો આઈડિયા બનાવે છે. સૌ પ્રથમ, તેના શરીરને હળવા કરવા માટે, તે 2 સસલાં ઓકી નાખે છે જે તેણે ખાધા હતા. વાયરલ વીડિયોમાં અજગર 2 તેના મોંમાંથી સસલાને બહાર કાઢતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અજગરના આ વાયરલ વીડિયો પર લોકો ફની રિએક્શન આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે જ્યારે ભાઈ અજગર જી પચાવી નથી શકતા તો તમે આટલું બધું કેમ ખાઓ છો? તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે અરે ભાઈ તેને બરાબર ખાવા દો. વાયરલ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે તેની પાસે આનાથી વધુ ખાવાની ક્ષમતા છે પરંતુ ખાધા પછી થોડો સમય તે વધુ હલનચલન કરી શકતો નથી, તેથી જ્યારે તેને આજુબાજુ ખતરો લાગે છે ત્યારે તે ખાઈને બહાર કાઢે છે.

Niraj Patel