કપિરાજનો એક ખતરનાક જંગલી અજગરે લીધો ભરડો, બચાવવા માટે આજુ બાજુ ઘણા બધા કપિરાજે કર્યું એવું કે, કે વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે

અજગરે કપિરાજને પોતાની ચપેટમાં લીધો, બચાવવા માટે આવી ગયા સેંકડો કપિરાજ, વીડિયો જોઈને હચમચી જશો, જુઓ

ઇન્ટરનેટ પર જંગલી પ્રાણીઓના શિકાર કરવાના ઘણા બધા વીડિયો તમે જોયા હશે, જે જોઈને ઘણીવાર આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય છે, ક્યારેક સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ કોઈ બીજા પ્રાણીનો શિકાર કરે છે, તો ક્યારેક મગર શિકાર કરતો જોવા મળે છે. તમે અજગરના પણ ઘણા વીડિયો જોયા હશે જેમાં અજગર પોતાના શિકારને ભરડામાં લેતો હોય છે, ત્યારે હાલ આવા જ એક અજગરનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે કપિરાજને પોતાના ભરડામાં લીધો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપિરાજને અજગરે પોતાના ભરડામાં લીધો છે, એ તેને ચારેય બાજુથી વીંટળાઈ વળ્યો છે અને તેનો શિકાર કરવા માંગે છે, પરંતુ કપિરાજને બચાવવા માટે તેના ઘણા બધા સાથીઓ પણ ત્યાં હાજર છે, છતાં પણ તેને બચાવી નથી શકતા, કારણ કે જેવા જ તે બચાવવા માટે આગળ વધે છે કે અજગર તરત જ તેમના ઉપર પણ હુમલો કરી દે છે.

અજગરના ભરડામાં લીધેલા કપિરાજના સાથિયો તેને બચાવવાનો અથાગ પ્રયત્ન કરે છે પરંતુ નાકામ રહે છે અને આખરે કપિરાજ પોતાનો દમ તોડી દે છે ત્યારે સાથીઓ પણ ચીસકારીઓ પાડે છે. આ વીડિયો જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકોને આ કપિરાજની દયા પણ આવી ગઈ. તો ઘણા લોકો સાપ અને અજગર જેવા પ્રાણીઓથી દૂર રહેવાની પણ સલાહ આપતા જોવા મળે છે. આ વીડિયોને અત્યર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel