ખબર

વડોદરામાં જીવતા વાંદરાને ગળી ગયો અજગર, પછી થઇ અજગરની એવી હાલત કે તસવીરો જોઈને તમે પણ હેરાન રહી જશો

જંગલી પ્રાણીઓ અન્ય પ્રાણીઓને પોતાના શિકાર બનાવતા હોય છે. ત્યારે હાલ વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 10 ફૂટ લાંબો અજગર એક જીવતા વાંદરાને ગળી ગયો હતો, પરંતુ ત્યારબાદ અજગરની હાલત ખુબ જ ખરાબ થઇ ગઈ હતી. તે સરખી રીતે હલન ચલન પણ કરવાને લાયક ના રહ્યો.

આ બાબતે વન વિભાગના અધિકારીઓ જણાવ્યું કે તેમને વિશાળકાય અજગરના પેટમાંથી વાંદરાને બહાર કાઢી લેવામાં આવ્યો છે અને બંનેની હાલત સ્થિત છે. આ બાબતે અધિકારી શૈલેષ રાવલે જણાવ્યું કે “પરવાનગી મળ્યા બાદ બંનેને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા.”

એક નદીના કિનારે અજગર જીવતા વાંદરાને ગળી ગયો હતો જેના બાદ તેની જાણકારી વન વિભાગને આપવામાં આવી. અને વન વિભાગ દ્વારા તરત જ તેને રેસ્કયુ કરી લેવામાં આવ્યો. અધિકારીએ જણાવ્યું કે, “થોડી મહેતન પછી અમારી ટીમે અજગરને પકડી લેવામાં સફળ રહી અને અમે તેને કારેલીબાગના બચાવ કેન્દ્ર ઉપર લઈએં આવ્યા. જેના બાદ અજગરે નાના વાંદરાને બહાર કાઢ્યો. કારણ કે અજગર વાંદરાને પાચન ના કરી શક્યો.

અધિકારીના જણાવ્યા અનુસાર વડોદરા નજીક આવેલા વાસણા-કોતરીયા ગામની પાસે પસાર થવા વળી નાની નદીની પાસે ગામ લોકોએ સાત ઓગસ્ટના રોજ અજગરને જોયો હતો અને કારેલીબાગ રેન્જના વન અધિકારીઓને સૂચના આપી હતી. જેના બાદ સતત અજગર ઉપર દેખરેખ રાખવામાં આવી રહી હતી.