એક ઝાટકે હરણને ગળી ગયો અજગર, વીડિયો જોઈને તમને પણ પરસેવો છૂટી જશે

સાપનું નામ સાંભળતા જ આપણે ડરવા લાગીએ છીએ. કારણ કે ઝેરી સાપનો એક ડંખ માણસને યમલોક પહોંચાડી શકે છે. આમ તો વિશ્વમાં સાપની હજારો પ્રજાતિઓ છે. જેમાં સૌથી ઝેરી સાપ કોબ્રાને માનવામાં આવે છે. કોબ્રા સાપનું ઝેર એટલી ઝડપથી શરીરમાં ફેલાય છે કે થોડા કલાકમાં જ વ્યક્તિનું મોત થઈ જાય છે. આ ઉપરાંત એનાકોન્ડા અને અજગર સૌથી વિશાળ સાપ હોય છે, જે કોઈને પણ જીવતા ગળી શકે છે. સોશિયલ મીડિયા પર આજે અમને આવો જ એક વીડિયો જોવા મળ્યો, જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો. આ વીડિયોને એનિમલ વર્લ્ડ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂ મળી ચૂક્યા છે. લોકો આ ચોંકાવનારા વીડિયો પર ખુબ કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કોઈએ એક જગ્યાએ અજગર પડેલો છે. તે એટલો મોટો છો કે તેને જોઈને જ ડર લાગી જાય. અજગરની પાસે એક હરણ પણ પડેલું છે.એવું લાગે છે કે હરણ મરી ગયું છે અને તેની આસપાસ કેટલાક લોકો પણ ઉભા છે.

ત્યારે જ અજગર ધીમે ધીમે સરકવા લાગે છે અને અચાનક હરણ પર હુમલો કરી દે છે. અજગર પહેલા તો હરણના મોઢા પાસે પોતાની ફેણ લાવે છે અને ધીમે ધીમે તેને ગળવાની કોશીશ કરે છે. ત્યાર બાદ અજગર એક ઝાટકે હરણને ગળી જાય છે. જોત જોતામાં અજગર હરણને ગળી જાય છે. ત્યાર બાદ ત્યાં હાજર લોકો ધીમે ધીમે અજગરની પીઠ પર હાથ ફેરવે છે, જેથી તે આરામથી હરણને પોતાના પેટમાં હજમ કરી જાય.

આ વીડિયો જોતા એવું લાગે છે કે પહેલા અજગરે હરણ પર હુમલો કર્યો હશે જેમાં તેનું મોત થયું હશે અને પછી તેને ગળવાની કોશીશ કરી હશે. પરંતુ ત્યાં હાજર લોકોએ હરણને બચાવવા પ્રયત્નો કર્યા હશે. જેથી અજગરે હરણને છોડી દીધુ હશે. પછી જ્યારે ત્યાં હાજર લોકોને ખબર પડી હશે કે હરણ તો મરી ગયું છે પછી હરણને અજગર પાસે છોડી દીધુ હશે. જો કે આ એક અનુમાન છે કારણ કે વાસ્તવમાં શું થયું હશે તેની કોઈ ચોક્કસ માહિતી નથી. હાલમાં આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

YC