ગાયના વાછરડા પર અજગરે અચાનક કરી દીધો હુમલો અને પછી….

સાપનું નામ સાંભળતા જ લોકોને ડર લાગવા લાગે છે. સામાન્ય રીતે દરેક સાપ ઝેરી નથી હોતા પરંતુ તેમ છતા દરેક વ્યક્તિને ડર તો લાગે જ છે. આમ પણ આપણને એ પણ ખબર નથી હોતી કે ક્યો સાપ ઝેરી છે અને ક્યો સાપ બીન ઝેરી. એમાય વાત જો અજગરની આવે તો પુછવુ જ શું. અજગરને જોતા જ લોકો થરથર કાંપવા લાગે છે. તેની લંબાઈ અને તાકાત એટલી વધારે હોય છે કે નાના પ્રાણીઓને તે સરળતાથી પોતાનો શિકાર બનાવી લે છે.

હવે આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમા ખેતરમાં ફરતા વાછરડા પર એક મોટો અજગર હુમલો કરી દે છે. આ વીડિયોમાં તમે જોશો કે એક મોટો અજગર વાછરડાને ગળવાની કોશીશ કરી રહ્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે 10 ફૂટ જેટલો લાંબો અજગર એક વાડામાં પ્રવેશ કરે છે અને ત્યાર બાદ તેને જોઈને વાછરડા ડરના કારણે આમ તેમ ભાગવા લાગે છે. જો કે અજગર એક વાછરડાને પકડવામાં સફળ થાય છે. અજગર આ વાછરડાના પગને પોતાના મજબૂત જડબામાં દબાવી દે છે. જેવો વાછરડો ભાગવાની કોશીશ કરે છે અજગર તેના પગને જોરથી પકડી લે છે. અજગરની પકડ એટલી મજબૂત હોય છે કે, વાછરડો તેમાંથી છૂટી શકતો નથી. જો કે આ વીડિયોમાં હજી એ વાતની જાણકારી નથી મળી કે અજગરના હુમલાથી વાછરડો બચી ગયો કે નહીં.

આ વીડિયોને wildlifeanimall નામના ઈન્સ્ટાએકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે, ગાયના બચ્ચા પર સાપનો હુમલો… સાપ વિરુદ્ધ વાછરડો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ યૂઝર્સ હેરાન છે અને સવાલ કરી રહ્યા છે કે આ વીડિયો બનાવનાર વ્યક્તિ કોણ છે. એટલું જ નહીં કેટલાક લોકો એવું પણ પૂછી રહ્યા છે કે આ ઘટના સમયે વાછરડાનો માલિક કયાં હતો અને તેની મદદ માટે કેમ ન આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)

જ્યારે બીજા યૂઝર્સે લખ્યું, મને લાગે છે કે સાપ મરી ગયો છે તેને લકવો થઈ ગયો છે કા તો આ સાપ આર્ટિફિશિયલ છે. એક ખેતરનો માલિક ક્યારેય પણ આવા સમયે વીડિયો શૂટ ન કરે અને નિર્દયતાથી આવી વસ્તુનો આનંદ ન લે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે,આ વ્યક્તિ કેમ બનાવી રહ્યો છે…પરંતુ તેમણે તો વાછરડાની મદદ કરવી જોઈએ.

YC