આ ટેણીયાને કોઈ સમજાવો કે આ કોઈ રમકડું નથી પરંતુ ભયાનક અજગર છે, વીડિયો જોઈને તમારા પણ રૂંવાડા ઉભા થઇ જશે

નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને તેઓ ખતરાથી પણ અજાણ હોય છે, તમે ઘણા બાળકોને જોયા હશે જે ઘણીવાર સાપ જેવા ઝેરી પ્રાણીને રમકડું સમજીને રમવા લગતા હોય છે, પરંતુ સાપ નાના બાળકોને કઈ નથી કરતો. પરંતુ દર વખતે એવું બનતું પણ નથી હોતું, સાપના ડંખથી મોત પણ થઇ શકે છે, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક નાનું બાળક સાપ નહિ પરંતુ અજગર સાથે રમતું જોવા મળી રહ્યું છે.

આ વીડિયોમાં બાળક ખૂબ જ માસૂમ જોઈ શકાય છે. પણ તેણે જે કામ કર્યું છે, તેવું કરવા માટે મોટા અને બહાદુર લોકોનો પરસેવો છૂટી જાય છે. વાસ્તવમાં વીડિયોમાં એક બાળક પોતાના હાથ વડે અજગરને ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો છે અને પછી બાળક અજગરને ભેટી પડ્યો.

આ વિડિયો જોયા પછી કોઈપણ વ્યક્તિ ધ્રૂજવા મજબૂર થઈ શકે છે. જોકે અજગર બાળક પર હુમલો કરતો જોવા મળ્યો ન હતો કે ના બાળક અજગરથી ડરતું હતું. એવું લાગે છે કે બંને એકબીજાને પહેલેથી જ ઓળખે છે અને બંને વચ્ચે મિત્રતાનો સંબંધ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કર્યો છે. ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. કોઈએ બાળકને બહાદુર તો કોઈએ નસીબદાર કહ્યો. તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે અજગર તેમનો પાલતુ હશે. તો ઘણા લોકો બાળકને સાવચેત રાખવાની પણ સલાહ આપી રહ્યા છે.

Niraj Patel