ખેલ જગત

માત્ર 38 મિનિટમાં જ સિંધુએ બનાવ્યો રેકોર્ડ, માતાના જન્મદિવસે ગોલ્ડ જીતીને લહેરાવ્યો તિરંગો- વાંચો અહેવાલ/ શેર કરો જેથી બધાને પ્રેરણા મળે

રિયો ઓલોમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર 24 વર્ષીય પી.વી. સિંધુએ રવિવારના રોજ સ્વિત્ઝરલેન્ડમાં બીડબ્લ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ – 2019ના ફાઇનલમાં નોજોમી ઓકુહારાને હરાવીને ભારતીય બેડમિંટનના ઇતિહાસમાં પોતાનું નામ સોનેરી અક્ષરોમાં લખી દીધું છે.

Image Source

પોતાની માતાના જન્મદિવસે સિંધુએ પોતાના પ્રતિદ્વંદી જાપાનની સ્ટાર ખેલાડી નોજોમી ઓકુહારાને હરાવી દીધી છે અને બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ – 2019ના ફાઇનલમાં જીત પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ સાથે જ સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે. જણાવી દઈએ કે આ પહેલા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારત માટે મહિલા કે પુરુષ કેટેગરીમાંથી અત્યાર સુધીમાં કોઈએ પણ ગોલ્ડ મેડલ જીત્યો નથી.

Image Source

2017માં 110 મિનિટ ચાલેલા મુકાબલામાં ઓકુહારાથી હારનાર સિંધુએ 2 વર્ષ બાદ માત્ર 38 મિનિટમાં જ આ વખતે ખેલ પૂરો કરી દીધો હતો. સિંધુએ ઓકુહારાને આખી રમતમાં એકપણ વાર વાપસીની તક આપી નહીં. અને સિંધુએ ઓકુહારાને 21-7 અને 21-7થી હરાવી દીધી.

Image Source

આ પહેલા પણ સિંધુએ 2013 અને 2014માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ અને 2017 અને 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો.

પરંતુ આ વખતે ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિંધુ એક તરફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે અને સાથે જ તે પાંચ વર્લ્ડ ચેમ્મ્પિયન્શિપ મેડલ સાથે ચીનના મહાન ખેલાડી ઝેન્ગ નિંગની પણ બરાબરી કરી લીધી છે.