લેખકની કલમે

પુત્રવધુએ સાસુ માટે લખેલો પત્ર: હું તમારી વહુ છું અને તમે મારા સાસુ , પણ સાસુ માટે કોઈ સ્પેશ્યલ સાસુ ડે નથી આવતો … વાંચો આગળ

હેપી મધર્સ ડે મમ્મી.

હા મને ખબર છે કે મધર્સ ડે એ મમ્મી માટે ઉજવાતો દિવસ છે. અને હું તમને આ દિવસ ની વધામણી આપું છું, હું તમારી વહુ છું અને તમે મારા સાસુ , પણ સાસુ માટે કોઈ સ્પેશ્યલ સાસુ ડે નથી આવતો .
એનું કારણ મને તમારા જેવી મા જેટલો પ્રેમ કરવા વાળી સાસુ મળી પછી ખબર પડી, તો હું આ મધર્સ ડે મારી સાસુ માટે ઉજવીશ, જે સાસુ મારી મા સમાન છે.નાનપણ થી જવાની સુધી મારી મમ્મી મારુ જેટલું ધ્યાન રાખતી લગ્ન પછી તમે મારુ એટલું જ ધ્યાન રાખ્યું છે, અને રાખો છો.

આપણા કુટુંબ માંથી મને સૌથી વધુ કોઈ પ્રિય હોય તો એ તમે છો , …હા સાચે તમારા દીકરા નો નંબર પણ પછી આવે. પેહલી વખત મને તમે લોકો જોવા આવ્યા હતા ત્યારે મને ક્યાં ખબર હતી કે મને સાસુ નહીં પણ સાસુ ના નામ પર મા મળવા ની હતી.
જે મને લાડ લડાવે છે , પ્રેમ કરે છે અને મારી ભૂલ પર મારો કાન મરોડી મને ઠપકો પણ આપે છે. આજે લગ્ન પછી હું મારા જીવન માં જેટલું પણ શીખી એનો શ્રેય મારી બંને મા ને બરાબર જાય છે.
લગ્ન જીવન માં હું જ્યાં પણ અટકી કે કોઈ વિચિત્ર પરિસ્થિતિ માં ફસાઈ ત્યારે તમે મને ફૂલ સપોર્ટ આપી મારી સાથે ઉભા રહ્યા છો.અને આગળ પણ જ્યાં મને તમારા સાથ ની અને પ્રેમ ની જરૂર પડશે ત્યાં તમે મારી સાથે ઉભા રહેશો મને ખબર છે.

તમને જોઈ મને પણ એ વિચાર આવ્યો કે ભવિષ્ય માં જ્યારે હું કોઈ ની સાસુ બનીશ ત્યારે તમારા જેવી જ બનીશ, સાસુ તરીકે તમે મારા રોલ મોડલ છો.
જ્યારે એક દીકરી દુઃખી હોય ત્યારે જેમ એની મા ને ખબર પડી જાય એમ જ કોઈ વખત હું દુઃખી હોઉં ત્યારે મારા માથા પર હાથ ફેરવી તમે મને તુરંત પૂછો છો, અને મારી બધી પરેશાની હલ શોધી આપો છો.
અને મને દીપ જેવો હોશિયાર પતિ મળ્યો એનો શ્રેય પણ તમને જ જાય છે ને.

ઘણા લગ્ન પ્રસંગ માં અને કીટી પાર્ટી માં વહુ તેની સાસુ ની ચુગલી કરતી હોય છે, મને પણ ઘણી વખત ઈચ્છા થાય કે હું પણ તમારી ચુગલી કરું..પણ કરું શું…?

મારી સાસુ મારી મા બની ને રહે છે મારું ધ્યાન રાખે છે…એવી ચુગલી થોડી થાય.

હા કોઈક કોઈક વખત મારા થી ભૂલો થઈ જાય છે, કોઈક વખત તમારો આપેલ ઠપકો મને નથી ગમતો, પણ એ મારી ભૂલ તમે ભૂલી ફરી પાછા પેહલા જેવા બની મને પ્રેમ આપવા લાગો ત્યારે હું પણ એ આપેલ ઠપકા નું દુઃખ ભૂલી જવા લાગુ છું.

હવે અંત માં આટલું જ કહીશ કે હું મારી જાત ને નસીબદાર માનું છું કે મને તમારા જેવી સાસુ પલ્સ મા મળી, અને આટલું સારું પરિવાર મળ્યું જે મને સમજે છે અને મને પૂરતી આઝાદી થી જિંદગી જીવવા માં સપોર્ટ કરે છે.

બંને મમ્મી પાપા ના આશીર્વાદ અને પતિ ના નટખટ પ્રેમ થી જ હું અને મારું જીવન પૂર્ણ છે.
ભગવાન મારી બંને મા ને લાંબી ઉંમર આપે , અને મારી સાસુ ને આવી જ સારી રાખે એવી પ્રાર્થના દરરોજ કરું છું.

તમારી દીકરી પલ્સ વહુ…
ઉષ્મા.

હેપી મધર્સ ડે…સાસુ મા.

લેખક:  મેઘા ગોકાણી & ઉષ્મા ગોકાણી
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.