આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

30 જુલાઈ 2020 પુત્રદા એકાદશીવ્રતની સાચી વિધિ તેમજ આ એક કામ અવશ્ય કરો. તેમજ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત અવશ્ય કરો.

એકાદશી ના વ્રત નુ વિશેષ મહત્વ છે એવું કહેવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી મનની ચંચળતા દૂર થાય છે. અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. વર્ષમાં આવવા વાળી બધી એકાદશીમાં એકાદશીનું વ્રત શ્રાવણ મહિનાની એકાદશી તિથિના દિવસે આવે છે. આ વ્રત ગુરુવાર અથવા શુક્રવારના દિવસે આવે છે આ વ્રતનું મહત્વ ખુબ જ છે આ વ્રત થી સંતાન પ્રાપ્તિ તેમજ સંતાન સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે અને તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

Image Source

આજે આપણે જોઇશું કે 2020 માં શ્રાવણ મહિનાને પુત્રદા એકાદશી અને વિધિ પૂજા નીતિ નિયમ.

શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત શુભ મુહૂર્ત 2020:

  • વર્ષ 2020માં શ્રાવણ પુત્રદા એકાદશી 30 જુલાઈ ગુરૂવારના દિવસે આવે છે.
  • એકાદશી તિથિ પ્રારંભ 30 july 1 :16 મિનિટ પર
  • એકાદશી સમાપ્ત થશે 30 જુલાઈ 11:49 મિનિટ પર
  • એકાદશી વ્રતનો પારણ નોસમય 31 july 5 :42 મિનિટ.
Image Source


એકાદશી પૂજા વિધિ:

શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત દસમ તિથિના દિવસે આરામ કરવામાં આવે છે એટલા માટે દશમ તિથિ થી સાત્વિક ભોજન કરવું.

એકાદશી તિથિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી ગુજરાતનો સંકલ્પ કરવો તેમજ ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરવી. ની પૂજા કરવી. તેમજ ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીપક પ્રગટાવવો અને પેઢી વસ્તુઓ અર્પણ કરી ભોગ લગાવો આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો લાભકારી માનવામાં આવે છે બિલિપત્રર ફૂલ ફળ અર્પણ કરવા. અને બારસના દિવસે વ્રતની સમાપ્તિ કરવી. બ્રાહ્મણોને અને ભોજન કરાવો અને દાન-દક્ષિણા આપવી.

Image Source

પુત્રદા એકાદશી વ્રત નિયમ:
એકાદશી ના દિવસે ભગવાનની પૂજા સવારે અને સાંજે બંને ટાઈમ કરવી. શાસ્ત્ર અનુસાર આ દિવસે કાંસાના વાસણમાં ન ખાવું ને ભોજન ગ્રહણ ન કરવો એકાદશીનું વ્રત દસમ તિથિના દિવસથી બારસ સુધી રાખવામાં આવે છે આ ત્રણ દિવસો દરમિયાન વ્યક્તિએ ચોખા નો ત્યાગ કરવો જોઈએ.
એકાદશીના દિવસે લસણ ડુંગરી મસૂરની દાળનું સેવન ન કરવો. તેમજ એકાદશીનું વ્રત પૂર્ણ વિધિ વિધાનથી કરવુ.

Image Source

પુત્રદા એકાદશી વ્રત ઉપાય:
શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે પતિ અને પત્ની બંને મળીને શ્રીકૃષ્ણની આરાધના કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

આજના દિવસે ભગવાન વિષ્ણુ અને પીળા વસ્ત્ર પીળા ફળ ,પીડી મિઠાઈ અર્પણ કરવાથી કાર્યમાં સફળતા મળે છે.

આ દિવસે તુલસીની માળા લઈને પીળા આસન ઉપર બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

શ્રાવણ પુત્રદા એકાદશી ગુરુવારના દિવસે આવવાથી શુભ સંયોગ માનવામાં આવે છે કારણ કે ગુરુવાર સત્યનારાયણ ભગવાન નો દિવસ છે. તેમજ આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી પણ શુભ માનવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.