સંતાન સુખ મેળવવા આજે રાખો આ ખાસ વ્રત, માતા લક્ષ્મી પૂર્ણ કરશે મનોકામના

આજે છે પુત્રદા એકાદશી, જાણો તેના વ્રતની વિધિ અને શુભ મૂહુર્ત

દરેક માતા પિતા એ દિવસ બહુ ખાસ હોય છે જ્યારે તેમના ઘરે સંતાનનો જન્મ થાય છે. આ માટે માતા પિતા ઘણી પૂજા અને વ્રત પણ કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ એવા ખાસ દિવસોનું વર્ણન છે જે દિવસે સંતાન પ્રાપ્તિ માટે પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમા પુત્રદા એકાદશીનો પણ સમાવેશ થયા છે. આમ તો દર મહિને બે વાર એકાદશી આવે છે પરંતુ પોષ મહિનાની એકાદશી ખાસ છે કેમ કે તેને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. આજે એટલે કે 13 જાન્યુઆરીના રોજ પુત્રદા એકાદશી છે.

જે લોકોને સંતાન સુખ નથી મળી રહ્યું તેમના માટે પુત્ર એકાદશીનું વ્રત બહુ ખાસ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી દંપત્તિની સંતાન સુખની મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત જે લોકોને સંતાન છે તેઓ આ વ્રત કરે છે તો તેમના સંતાન આજ્ઞાકારી, સંસ્કારી બને છે. આ ઉપરાંત તેઓ તેમના જીવનમાં ખુબ સફળતા મળે છે. તેથી જ દરેક માતા માટે આ વ્રત ખુબ જ મહત્વનું છે. આ ઉપરાંત જો માતા કોઈ કારણવશ આ વ્રત ન રાખી શકે તો આ દિવસે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી પણ સંતાનસુખ મળે છે.


પુત્ર એકાદશી 12 જાન્યુઆરીના સાંજે 4.49 વાગ્યેથી શરૂ થઈ ચૂકી છે અને આજે એટલે કે 13 જાન્યુઆરીની સાંજે 7.32 વાગ્યા સુધી રહેશે. જો કે આ વ્રતના પારણા 14 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. પારણા માટેનો સમય સવારે 7.05 વાગ્યાથી 9.21 વાગ્યા સુધી રહેશે.

આ વ્રતની વિધિ વિશે વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીલો અને ઘરમા મંદિરમાં દિવો પ્રગટાવો અને વ્રતનો સંકલ્પ કરો. ત્યારબાદ ભગવાનનું વિષ્ણુનો ગંગાજળ દ્વારા અભિષેક કરો. આ ઉપરાંત ભગવાનને તુલસીના પાન અને ફુલ અર્પણ કરો. સાચા મનથી ભગવાનની આરતી કરો અને તેમને સાત્વિક ભોજનનો પ્રસાદ ધરો. ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો, આનાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને સંતાન સુખની પ્રાપ્તી થાય છે.

YC