ગરીબી સૌથી મોટો વિશ્રાપ છે. જો તમારી પાસે ધન નથી તો આ સંસારમાં તમારી પાસે કંઈ જ નથી. સંતોષ એક અલગ વસ્તુ છે. પરંતુ ધનની કમી દરેક વ્યક્તિને સતાવે છે. કહેવત છે કે ધન એ કોઈ ભગવાન નથી પરંતુ દરેક વ્યક્તિને ધનની ઈચ્છા હોય છે.
ધનને લક્ષ્મી કહેવામાં આવે છે. એટલા માટે પૈસાની વેલ્યુ સૌથી વધારે છે. જે લોકો પૈસાને વેલ્યુ સમજતા નથી તે લોકોના ઘરમાં લક્ષ્મી ટકતી નથી.

પરંતુ જો તમે નાના નાના વાસ્તુના ઉપાય કરશો તો તમારા ઘરે લક્ષ્મી ટકશે.
એક નાનકડી વસ્તુ તમારી તિજોરીમાં રાખી દો અને ધનની કમી ક્યારેય પણ નહિ આવે. અને તમારી ગરીબી દૂર થશે. ભલે તમે ધનવાન ન બનો પરંતુ ગરીબ તો નહીં જ રહો.
જો તમારે પૈસા પરેશાની દૂર કરવી હશે તો આ નાનકડો ઉપાય કરો.
પૈસા કમાવવા માટે બહુ બધા સ્રોત હોય છે તમે મહેનતથી કમાઈ શકો છો તમે ભાગ્યથી કમાઈ શકો છો. તમે તમારા જ્ઞાનથી કમાઈ શકો છો. અમુક લોકો ચોરીથી પણ પૈસા કમાય છે વગેરે વગેરે….
1) સૌ પ્રથમ એ ધ્યાન રાખવુ કે તમારી તિજોરી ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. જેનાથી તમને સારું ફળ મળશે.
2) તિજોરીમાં નકામી વસ્તુ ન રાખવી.

3) તિજોરી સાફ-સફાઈવાળી રાખવી જોઈએ.
4) ક્યારેય એકસાથે પૈસા ન કાઢવા. થોડા થોડા કરીને પૈસા કાઢવા અને તિજોરીમાં થોડા પૈસા રાખવા.

તીજોરીને ઉત્તર દિશામાં રાખી તેની સાફ-સફાઈ કરી તેના પર ગંગાજળ છાંટીને પૂજા કરવી.”ત્યારબાદ એક લાલ કપડામાં તેની અંદર ચણાની દાળ, મગની દાળ, 2 લાલ મરચા (જે રાહુ અને કેતુનું પ્રતિક છે). તેમજ એક નાનકડો સોનાનો ટુકડો મૂકીને લાલ કપડાને બાંધી દેવો અને તિજોરીમાં મૂકી દેવું.”
તેવુ કરવાથી તમારી ગરીબી દૂર થશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને ધનનો સંચય થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks