જ્યોતિષ શાસ્ત્ર

મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા મંગળવારે હનુમામનજીના ચરણોમાં રાખી દો આ વસ્તુઓ, થઇ જશે બેડો પાર

હનુમાનજીના ચરણોમાં મૂકી દો આ એક વસ્તુ, પછી જુઓ બેઠા બેઠા ચમત્કાર

હનુમાન દાદાને અજર-અમર માનીએ છીએ, હનુમાન દાદાને સદાય અમરત્વ મળેલું છે. દાદાને બાળ બ્રમ્હચારી પણ છે. કષ્ટો સામે રક્ષણ મળવવા માટે આપણે દાદાની પૂજા કરીએ છીએ તેમાં પણ શનિવાર અને મંગળવાર દાદાની પૂજા કરવા માટેના ખાસ દિવસ છે. આ દિવસે તેલ અને સિંદૂર ચઢાવી દાદાની આરાધના કરવામાં આવે છે.

Image Source

જીવનમાં ઘેરાયેલા કષ્ટોના નિવારણ માટે હનુમાન દાદાના મંદિરે તેમની પૂજા ભક્તિ કરવી શ્રેષ્ઠ વિકલ્પ છે. શાસ્ત્રો પણ માને છે કે દાદા જીવનમાં આવતા કષ્ટોનું નિવારણ કરે છે. પરંતુ જો દાદાને સાચા મનથી અને યોગ્ય વિધિ વિધાન સાથે તેમની પૂજા કરવામાં આવે તો દાદાની કૃપા અવશ્ય મળે જ છે.

Image Source

હનુમાનજીની કૃપા મેળવવા માટે શાસ્ત્રો અનુસાર કેટલીક વસ્તુઓ દાદાને અર્પણ કરવાનું માનવામાં આવે છે. જો આ વસ્તુઓ તમે મંગળવારના દિવસે દાદાને અર્પણ કરશો તો તમારો બેડો પર થઇ જશે.

Image Source

તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓથી દાદા રાજી થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મંગળવારના દિવસે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કરવાથી હનુમાનજીની કૃપા સદાય વરસે છે. જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થઇ શકે છે. જેઠ મહિનાનો પહેલો મંગળવાર હનુમાન દાદા માટે ખાસ માનવામાં આવે છે આ દિવસે દાદાને પીળા રંગનું સિંદૂર ચઢાવવું શુભ માનવામાં આવે છે. જેનાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ધન સંબંધી સમસ્યાઓનું પણ નિરાકરણ આવે છે. જો તમે પોતાના કિસ્તમનું તાળું ખોલવા માંગતા હોય અને ધનવાન બનવા માંગતા હોય તો દર મંગળવારે એક પોટલીમાં સિંદૂર ભરીને હનુમાન દાદાના ચરણોમાં મૂકી દો. તમારી કિસ્મત ખુલવા લાગશે. તમારા આવકના સ્ત્રોતમાં વધારો પણ થશે. આમ કરવાથી મા લક્ષ્મીની પણ તમારા ઉપર કૃપા વરસસે.

Image Source

જો તમને રાત્રે ખરાબ સપના આવતા હોય, જેનાથી તમે હંમેશ મૂંઝવણમાં રહેતા હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં ફટાકડી મૂકી દો. જેના કારણે તમને એ સપના આવતા બંધ થઇ જશે. તમે કોઈ ઇન્ટરવ્યૂ કે બીજા કોઈ મહત્વના કામ માટે જઈ રહ્યા હોય ત્યારે હનુમાન દાદાના મંદિરે જઈને કેવડાનું અત્તર અને ગુલાબની માળા ચઢાવો તમને અચૂક સફળતા મળશે. આ સિવાય તમે જયારે આવા કોઈ શુભ કાર્યમાં જતા હોય ત્યારે સફેદ કાગળમાં પીળા રંગના સિન્દૂરથી સાથિયો દોરી હનુમાનજીનો સ્પર્શ કરાવી એ કાગળને પોતાના ખિસ્સામાં રાખી લો આમ કરવાથી પણ તમને સફળતા જલ્દી મળશે.

Image Source

જીવનમાં જો તમે વારંવાર નિષ્ફળ જતાં હોય અને સફળતા મેળવવા માંગતા હોય તો મંગળવારે “ॐ हं हनुमंतये नम:” મંત્રનો 108 વખત જાપ કરો. આ મંત્રના જાપ કરવાથી તમારી સફળતાનાં રસ્તાઓ ખુલવા લાગશે. પારિવારિક સંબંધોમાં જો ખુશીઓ લાવવા માંગતા હોય તો મંગળવારના દિવસે હનુમાનજી આગળ દીવો કરી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ જેના કારણે દાદા તમારા ઘરની અંદરથી નકારાત્મકતા દૂર કરી ખુશીઓનો વાસ કરાવશે.

Image Source

જો તમારા ઉપર ખરાબ નજરનો પડછાયો હોય તો પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જેનાથી હનુમાનજીની કૃપા વરસસે અને તમે ખરાબ નજરથી પણ બચી શકશો. જો તમને સંતાન સંબંધી સમસ્યા હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને તેમને બૂંદીના બે લાડુ અર્પણ કરો જેના કારણે આ સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે છે. તમારા કોઈ મહત્વ ના કામમાં જો વારંવાર અવરોધ ઉભો થતો હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને દાદા સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જેનાથી તમારા વિઘ્ન વાળા કામો સરળતાથી પાર પડી શકે છે.

Image Source

જો તમે કરજદાર છો અને પૈસાની આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છો તો મંગળવારના દિવસે વડના પાના ઉપર સિન્દૂરથી  “શ્રી રામ” લખીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવું જેનાથી કરજમાંથી છુટકારો તો મળશે જ સાથે સાથે આર્થિક સમસ્યાઓ પણ ઓછી થઇ જશે.