આ ભાઈનો દેશી જુગાડ જોઈને લોકો પણ રહી ગયા હેરાન, LPG ગેસ સિલેન્ડરથી કરી રહ્યો છે ઈસ્ત્રી, લોકોએ કહ્યું. “બાટલો ફાટશે તો…” જુઓ વીડિયો
આપણા દેશમાં કોઈપણ સમસ્યા માટે તમને કોઈને કોઈ જુગાડ મળી જ જતો હોય છે, વળી આજે તો જમાનો પણ સોશિયલ મીડિયાનો છે અને આવા જુગાડના ઘણા બધા વીડિયો પણ તમે વાયરલ થતા જોયા હશે જેમાં ઘણા લોકો એવા એવા જુગાડ કરતા હોય છે જેને જોઈને માથું પણ ચકરાવે ચઢી જાય. ત્યારે હાલ એવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ LPG ગેસ સિલેન્ડરથી ઘરમાં ઈસ્ત્રી કરતો જોવા મળે છે.
મોટાભાગે દરેક ઘરની અંદર હવે એલપીજી સિલેન્ડર જોવા મળે છે અને તેનો ઉપયોગ મોટાભાગે જમવાનું બનાવવામાં જ થતો હોય છે. તો કેટલીક કારમાં પણ એલપીજી ઈંધણ તરીકે વાપરવામાં આવે છે, પરંતુ વાયરલ થઇ રહેલા વીડિયોમાં જે ભાઈ દેખાઈ રહ્યા છે તેણે તો કંઈક અલગ જ વિચાર્યું અને કપડાને ઈસ્ત્રી કરવા માટે એલપીજી ગેસના બાટલાનો ઉપયોગ કર્યો.
વાયરલ થઇ રહેલા આ વીડિયોને સેલિબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિએ ઘરમાં ઉપયોગમાં આવતા એલપીજી સિલેન્ડર સાથે એક પાઇપ ફિટ કરી છે અને પછી એ પાઇપ તેણે ઇસ્ત્રીમાં લગાવી છે. જેનાથી તે કપડામાં ઈસ્ત્રી કરવાનું કામ કરી રહ્યો છે.
View this post on Instagram
વીડિયોમાં એક વ્યક્તિ તે ભાઈને પૂછી રહ્યો છે કે તમે આ કામ કેટલા વર્ષથી કરો ત્યારે ઈસ્ત્રી કરનાર જણાવે છે કે તે 4 વર્ષથી આ રીતે એલપીજી સિલેન્ડરથી ઈસ્ત્રી કરે છે. આ જોઈને વીડિયો બનાવનાર વ્યક્તિ પણ હેરાન રહી ગયો હતો. વિરલ ભયાણીએ પણ વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે, “Woww what a talent”. આ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટમાં આ ખતરનાક હોવાનું પણ કહી રહ્યા છે.