મનોરંજન

અરે બાપ રે, મેકઅપના થથેડા વગર આવી દેખાય છે પુષ્પાની આ રૂપસુંદરી અભિનેત્રી…જોઈ લો PHOTOS

પુષ્પામાં શ્રીવલ્લીની ભૂમિકા ભજવતી અભિનેત્રી રશ્મિકા મંદાના તેની સુંદરતા અને અભિવ્યક્તિ માટે જાણીતી છે. રશ્મિકાએ પોતાના ચહેરાના હાવભાવથી લોકોને દિવાના બનાવી દીધા છે. દરેક વ્યક્તિ તેની શૈલીની નકલ કરવા માંગે છે. જો કે, લોકોએ રશ્મિકાને મોટાભાગે મેકઅપમાં જોઇ છે. વાત એ છે કે લોકો તેના વખાણ કરતા થાકતા નથી. શું તમે અનુમાન લગાવી શકો છો કે મેકઅપ વિના રશ્મિકા મંદાના કેવી દેખાય છે. નેશનલ ક્રશ તરીકે પ્રખ્યાત થયેલી કન્નડ અભિનેત્રી રશ્મિકા મંદાના છેલ્લા દિવસોમાં ફિલ્મ પુષ્પાને લઈને ઘણી ચર્ચામાં રહી હતી.

ફિલ્મમાં રશ્મિકાએ શ્રીવલ્લીની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે રશ્મિકા જલ્દી જ ફિલ્મ ‘મિશન મજનૂ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. આ દિવસોમાં શ્રીવલ્લીને જોનાર દરેક પાગલ થઈ જાય છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પામાં શ્રીવલ્લીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ફરી એકવાર પોતાની સુંદરતાથી લોકોને ઘાયલ કરી દીધા છે.

રશ્મિકા મંદાનાની મેકઅપ વગરની  તસવીરો જોઈને તમે પણ કહેશો કે રશ્મિકા ખરેખર ખૂબ જ ક્યૂટ છે, તેની ક્યૂટ સ્માઇલને કારણે તેને કોઈપણ મેકઅપથી તેની સુંદરતા વધારવાની જરૂર નથી. તેનુ સ્મિત તેનો મેકઅપ છે. રશ્મિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેના ચાહકો સાથે જોડાયેલી રહી છે. રશ્મિકા એ અભિનેત્રીઓમાંથી એક છે જે જાહેર સ્થળોથી લઈને સોશિયલ મીડિયા પર મેકઅપ વિના આવવામાં જરા પણ સંકોચ અનુભવતી નથી. તે ઘણી વખત નો મેકઅપ લુકમાં જોવા મળી છે.

રશ્મિકાને આ દિવસોમાં આખા દેશમાં ‘શ્રીવલ્લી’ તરીકે પસંદ કરવામાં આવી રહી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત એક જાહેરાતમાં મોડલ તરીકે કરી હતી. આ પછી તે ‘કિરિક પાર્ટી’માં રક્ષિત શેટ્ટી સાથે લીડ રોલમાં જોવા મળી હતી. તેની પ્રથમ ફિલ્મની સફળતા પછી, રશ્મિકાએ પુનીત રાજકુમાર સાથે હર્ષની ‘અંજની પુત્ર’ અને ગણેશ સાથે ‘ચમક’ સાઈન કરી. મહેશ બાબુ સાથેની ‘સરીલેરુ નીકેવરુ’માં પણ તેણીને ઘણી પ્રશંસા મળી હતી.

તે છેલ્લે સુપરહિટ ‘પુષ્પાઃ ધ રાઈઝ’માં અલ્લુ અર્જુન સાથે જોવા મળી હતી. આ અભિનેત્રી ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે અમિતાભ બચ્ચન સાથે ‘અલવિદા’માં અભિનય કરશે અને તે વિકાસ બહલ દ્વારા નિર્દેશિત અને એકતા કપૂર દ્વારા નિર્મિત કરવામાં આવશે. ‘મિશન મજનૂ’ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘અલવિદા’ રશ્મિકાની બીજી બોલિવૂડ ફિલ્મ હશે.