રાજટકોમાં ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર ઘુસી ગઈ, 3 KM સુધી ઘસડાઈ, આ મોટી હસ્તીનું થયું મોત, જાણો સમગ્ર મામલો

રાજકોટના ગેમ ઝોનના માલિક પુષ્પરાજસિંહનું થયું ભયાનક એક્સીડંટ, ટ્રક પાછળ ઘૂસેલી ફોર્ચ્યુનર 3 કિ.મી. સુધી ઢસડાઈ, ચાર બહેનના એકના એક ભાઈનું મોત

Youth dies in Rajkot accident : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં કેટલાય લોકો મોતને ભેટતા હોય છે, મોટાભાગના અકસ્માત કોઈની બેફિકરાઈ ભરેલા ડ્રાઈવિંગ અને ઓવર સ્પીડના કારણે થતા હોવાનું સામે આવે છે, ત્યારે હાલ રાજકોટમાં એક અકસ્માતની ઘટના સમયે આવી છે. જેમાં એક પુરપાટ ઝડપે દોડી આવતી ફોર્ચ્યુનર કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ અને 3 કિલોમીટર સુધી ઘસેડાઈ હતી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે.

રાજકોટ જામનગર હાઇવે પર થયો અકસ્માત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-જામનગર હાઇવે પર તરરઘડી નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના વાવડી ગામ પાસે રહેતા અને નોકઆઉટ ગેમ ઝોન ચલાવી રહેલા પુષ્પરાજસિંહ જાડેજાનું મોત નીપજ્યું છે. પુષ્પરાજ ફોર્ચ્યુનર  કાર લઈને રાજકોટથી જામનગર હાઇવે પર આવેલી હોટલમાં નાસ કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન આગળ ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પુરપાટ ઝડપે દોડતી ફોર્ચ્યુનર કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી.

ટ્રક ચાલકે 3 કિલોમીટર સુધી ઘસેડી ફોર્ચ્યુનર કાર :

ટ્રકની પાછળ ઘુસીલી કાર 3 કિમિ સુધી ઘસડાઈ પણ હતી. અકસ્માતની જાણ થયા બાદ ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી અને 108ને ફોન કરવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ પડધરી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. 108 દ્વારા પુષ્પરાજને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં ગંભીર રીતે ઘાયલ થયેલા પુષ્પરાજનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસે આ બાબતે તેમના પરિવારજનોને જાણ કરતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પધ્દ્રિ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો :

આ અકસ્સમાતમાં કારના કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ મામલે પોલીસે અકસ્માતનો ગુન્હો દાખલ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે, બનાવની જાણ થતા ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પુષ્પરાજ ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો,  ત્યારે પરિવારના દીકરાનું આ રીતે અકસ્માતમાં મોત થવું પરિવાર માથે પણ વજ્રઘાત સમાન બન્યું છે. પરિવારજનોના રડી રડીને હાલ બેહાલ થઇ ગયા છે.

Niraj Patel