“પુષ્પા” ફિલ્મના આ ગીત ઉપર બની રહી છે લાખો રીલ, પરંતુ આ ગુજરાતીએ જે કર્યું એવું તો કોઈ ના કરી શકે, જુઓ વીડિયો

થોડા સમય પહેલા જ થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ “પુષ્પા”એ બોક્સ ઓફિસ ઉપર ખુબ જ મોટી કમાણી કરી. જેના બાદ આ ફિલ્મ હવે ઓટિટિ પ્લેટફોર્મ ઉપર પણ રિલીઝ કરવામાં આવી. આ ફિલ્મ અને ફિલ્મની અંદર અભિનેતા અલ્લુ અર્જુનનો અભિનય અને સ્ટાઇલ લોકોને એટલી પસંદ આવી કે લોકો ઇન્સ્ટાગ્રામ રીલમાં પણ તેને કોપી કરવા લાગ્યા.

પુષ્પા ફિલ્મની અંદર અલ્લુ અર્જુનનો એક અનોખો અંદાજ જોવા મળ્યો જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે, અને આ ફિલ્મના ગીત અને કેટલાક સીન ઉપર લાખો ઇન્સ્ટાગ્રામ રીલ બની રહી છે, ત્યારે એક ગુજરાતીએ પણ એક યુનિક આઈડિયા વિચારી અને એવી રીલ બનાવી કે લોકોને આ રીલ ખુબ જ પસંદ આવી છે

પુષ્પા ફિલ્મના કન્ટેન્ટ ઉપર પોતાનો યુનિક આઈડિયા અપનાવીને અનોખી રીલ બનાવી છે અમદાવાદી મેન તરીકે પ્રખ્યાત થયેલા યુટ્યુબર કુશલ મિસ્ત્રીએ. કુશલના કન્ટેન્ટ ખુબ જ યુનિક હોય છે અને તેના વીડિયો પણ લોકોને ખુબ જ પસંદ આવે છે અને લાખો લોકો તેના વીડિયોને જોતા હોય છે.

પુષ્પા ફિલ્મ ઉપર પણ કુશલ કેટલીક રીલ બનાવી છે, જેમાં એક રિલને તો 39.4 મિલિયન લોકોએ જોઈ છે અને 3.9 મિલિયન લોકોએ લાઈક પણ કરી છે. આ રીલની અંદર કુશલનો જે અંદાજ છે અને જે રીતે તેને “શિવલ્લી” ગીત ઉપર રીલ બનાવી છે તે જોવાનું લોકોને ખુબ જ પસંદ આવ્યું છે.

આ રીલમાં જોઈ શકાય છે કુશલ રસ્તામાં ચાલીને આવતો હોય છે ત્યારે જ તેનો પગ રસ્તામાં પડેલા પોદળામાં પડે છે અને તેનું ચપ્પલ છાણમાં ફસાઈ જાય છે, જેના બાદ તેના ચહેરાને જોઈને લાગી રહ્યું છે કે તેને આ વાતની સૂગ આવે છે અને વોમિટ જેવું થાય છે. પરંતુ ચપ્પલ સાફ કરવા માટે તે ઝુકતો નથી અને પુષ્પાના અલ્લુ અર્જુનની જેમ જ તે ચપ્પલને પગમાં નાખી અને ઘસેડીને ચપ્પલ ઉપર લાગેલું છાણ સાફ કરી નાખે છે અને છેલ્લે પુષ્પા સ્ટાઈલમાં કહે છે, “ઝુકેગા નહિ !”

 

View this post on Instagram

 

A post shared by Kushal Mistry (@kushalmistryofficial)

તો અન્ય એક રીલની અંદર બલમ સામે વાળા ગીત ઉપર કુશલ પતંગ ચગાવતો જોવા મળે છે અને તેની મમ્મી હાથમાં ફીરકી પકડીને ઉભા છે. પતંગ ચગાવતા ચગાવતા ગીતના શબ્દો ઉપર તે ડાન્સ કરે છે અને ત્યારે જ તેની પતંગ પણ કપાઈ જાય છે, જેના બાદ તેના મમ્મી કહે છે, “અરે સામે !” આ રિલને પણ લોકોએ ખુબ જ પસંદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kushal Mistry (@kushalmistryofficial)

તો હવે તેની એક અન્ય રીલ પણ ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કુશલ પાણીપુરી ખાવા માટે જાય છે અને પાણીપુરી વાળો તેને પાણીપુરી પ્લેટમાં આપે છે. કુશલ હોંશે હોંશે પાણીપુરી મોઢામાં મૂકે છે અને ત્યારે જ તેના મોઢામાંથી વાળના ગૂંચળા નીકળે છે અને તે પાણીપુરીવાળા સામે જોવે છે.

 

View this post on Instagram

 

A post shared by Kushal Mistry (@kushalmistryofficial)

પાણીપુરી વાળાને યાદ આવે છે કે પુષ્પા ફિલ્મના ડાયલોગ મેં ઝુકેગા નહીંનો વીડિયો બનાવતી વખતે દાઢીમાં હાથ ફેરવતા દાઢીના વાળ તેની આંગળીઓમાં ફસાઈ ગયા હતા અને પાણીપુરી બનવતા તે જ વાળ કુશલના મોઢામાં પણ ચાલ્યા ગયા, જેના બાદ તે ભાગે છે અને પાછળ કુશલ પણ ભાગે છે.

Niraj Patel