મસ્તી કરવા ઉપર પપ્પા કરી રહ્યા હતા ટેણીયાની ધોલાઈ, મમ્મીના ખોળામાં જઈને રડતા રડતા કહ્યું, “મેં ઝુકેગા નહિ સાલા…” વીડિયો થયો વાયરલ

“પુષ્પા” ફિલ્મ રિલિઝ થયાને ઘણા મહિનાઓ થઇ ગયા છે, તેમ છતાં પણ હજુ લોકોના મનમાંથી પુષ્પાનો નશો ઉતરવાનું નામ નથી લઇ રહ્યો, આજે પણ ઘણા લોકો પુષ્પાના ડાયલોગ અને ગીતો ઉપર પોતાના વીડિયો બનવતા હોય છે અને તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ જતા હોય છે, ખાસ કરીને નાના બાળકો “મેં ઝુકેગા નહિ” ડાયલોગ ઉપર વીડિયો બનાવે છે ત્યારે તે જોવાની ખુબ જ મજા આવતી હોય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક નાનું બાળક તેની માતાના ખોળામાં બેસીને રડે છે. જોર જોરથી રડતું બાળક તેના એક શબ્દને વળગી રહે છે અને માતા તેને ચૂપ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બાળકનો પિતા લાકડી લઈને તેને મારવા માટે આગળ વધે છે. તે તેના પિતાથી ડરતો નથી, પરંતુ તેની સામે ‘મૈં ઝુકેગા નહીં…’નો ડાયલોગ બોલે છે.

બાળક તેના પિતા સામે ‘મૈં ઝુકેગા નહીં.’ એક-બે નહીં પણ ઘણી વખત કહે છે. તે જ સમયે, બાળકની માતા હસતી અને બાળકને જોઈ રહી છે અને તેને મારવાથી રોકે છે. નાના બાળકના પિતા તેને ડરાવવા માટે વારંવાર લાકડી બતાવે છે, પરંતુ તે તેની દાઢી પર હાથ ફેરવતા ‘પુષ્પા’નો લોકપ્રિય ડાયલોગ વારંવાર રિપીટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

અમુક સેકન્ડના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હર્યો છે. 21 સેકન્ડનો આ વીડિયો હજારો લોકોએ જોયો છે. આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોને આ નાના ટેણીયાનો અંદાજ પસંદ આવી રહ્યો છે તો ઘણા લોકો તેના પિતાને આ બાળકને ના મારવા માટે પણ જણાવી રહ્યા છે.

Niraj Patel