ગર્લફ્રેન્ડને આપઘાત માટે મજબુર કરવા અને બ્લેકમેઇલ કરવાના આરોપમાં “પુષ્પા” ફિલ્મના આ અભિનેતાની કરવામાં આવી ધરપકડ, જાણો સમગ્ર મામલો

“પુષ્પા” ફિલ્મના આ અભિનેતાની કરવામાં આવી ધરપકડ.. ગર્લફ્રેન્ડના આપઘાત બાદ ખુલી પોલ

Pushpa Actor Jagadish Arrested : બોલીવુડના કલાકારોની જેમ સાઉથના કલાકારોનું પણ ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે. ત્યારે આ કલાકારો અવાર નવાર કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતા હોય છે. સાઉથની ફિલ્મો પણ ખુબ જ લોકપ્રિય બને છે અને તેમાં પણ અર્જુન અલ્લુનું ફિલ્મ “પુષ્પા”એ તો દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી. ત્યારે હાલ આ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે જોડાયેલી એક એવી ખબર સામે આવી છે જેને લઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે.

તેલુગુ અભિનેતાની ધરપકડ :

તેલુગુ અભિનેતા જગદીશ પ્રતાપ ભંડારીની બુધવારે હૈદરાબાદમાંથી એક મહિલા કલાકારને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે જગદીશ પી. બંદરી પર 34 વર્ષની મહિલાના ફોટા લીક કરવાનો અને તેને બ્લેકમેલ કરવાનો આરોપ છે. નવાઈની વાત એ છે કે જગદીશે અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’માં કામ કર્યું હતું.

પોલીસને મળ્યા પુરાવા :

અભિનેતા પર એક મહિલાને એક પુરૂષ સાથે ફોટો પડાવીને ધમકી આપવાનો અને બ્લેકમેલ કરવાનો આરોપ છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને કેટલાક પુરાવા મળ્યા છે, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનું મૃત્યુ 29 નવેમ્બરે થયું હતું અને આ અંગે આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે પોલીસે આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાની કલમ ઉમેરી અને જગદીશ પ્રતાપ ભંડારીની ધરપકડ કરી.

“પુષ્પા” ફિલ્મમાં કર્યું છે કામ :

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જગદીશ છેલ્લા કેટલાક સમયથી તેની ગર્લફ્રેન્ડને તેની અંગત તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે સતત ધમકી આપી રહ્યો હતો. જગદીશ પાસે મૃતક મહિલાનો વીડિયો પણ છે, જેમાં તે અન્ય પુરુષ સાથે છે. હાલ પોલીસે જગદીશને રિમાન્ડ પર મોકલીને કેસની તપાસમાં વ્યસ્ત છે. ‘પુષ્પા’માં જગદીશે અલ્લુ અર્જુનના મિત્ર કેશવની ભૂમિકા ભજવી હતી.

Niraj Patel