પુષ્પા2 જોવાના ચક્કરમાં પેહલા ગયો માંનો જીવ, હવે પુત્ર થયો બ્રેન ડેડ, સારવારનો બધો ખર્ચ ઉઠાવશે પુષ્પા

પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું દુઃખદ મૃત્યુ થયું હતું. તેનો પુત્ર શ્રીતેજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જો કે હવે સમાચાર છે કે ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરી દીધો છે. તે વેન્ટિલેટર સપોર્ટ પર છે. શ્રીતેજને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તે ઘણા દિવસોથી ગંભીર હતો.

હૈદરાબાદ શહેરના પોલીસ કમિશનર સીવી આનંદ અને તેલંગાણા સરકારના આરોગ્ય સચિવ ડૉ ક્રિસ્ટીના આઈએએસ, 9 વર્ષના છોકરાની તબિયત વિશે પૂછપરછ કરવા KIMS હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હૈદરાબાદ સિટી પોલીસ દ્વારા X પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “ડોક્ટરોએ તેમને જાણ કરી છે કે શ્રેતેજને વેન્ટિલેટર સપોર્ટથી સારવાર આપવામાં આવી રહી છે અને તે લાંબો સમય સુધી ચાલે તેવી શક્યતા છે.

પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડોકટરો ટૂંક સમયમાં શ્રીતેજની તબિયત અંગે મેડિકલ બુલેટિન બહાર પાડશે. આરોગ્ય સચિવ ડૉ. ક્રિસ્ટીનાએ કહ્યું કે અમે બાળકના તબીબી સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છીએ અને તેને ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખીએ છીએ. 4 ડિસેમ્બરે મધ્યરાત્રિએ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પ્રીમિયર દરમિયાન એક ભયંકર ઘટના બની હતી. જ્યાં અલ્લુ અર્જુન અચાનક આવી પહોંચ્યો.

તેને જોતા જ ભીડ બેકાબુ થઈ ગઈ હતી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.નાસભાગની ઘટના બાદ સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી અને તેલંગાણા હાઈકોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી જેમાં ઇજાગ્રસ્ત બાળક વિશે તેની ચિંતા વ્યક્ત કરી. તેણે કહ્યું કે તે બાળકને લઇને ચિંતામાં છે અને તેની સારવાર માટે જે પણ ખર્ચ થશે તે ચૂકવશે અને ટૂંક સમયમાં પરિવારને મળશે.

Devarsh