રશ્મિકા મંદાનાના જબરદસ્ત હુક સ્ટેપ સાથે “પુષ્પા-2″ના બીજા ગીત “અંગારોનું ટીઝર થયું રીલિઝ, તમે જોયું કે નહીં

“પુષ્પા-2 : ધ રુલ”ના બીજા ગીત “અંગારો”નો પ્રોમો થયો આઉટ, આ દિવસે થશે રિલીઝ

Pushpa 2 Second Song Angaroon : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત રાહ જોવાતી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ થોડા જ સમયમાં સિંમાઘરોમાં જોવા મળશે. નિર્માતાઓએ જબરદસ્ત ટીઝર અને હિટ ગીત ‘પુષ્પા પુષ્પા’ રજૂ કર્યા બાદ ફિલ્મે ભારે ચર્ચા જગાવી છે.

આ બધાની વચ્ચે મેકર્સે ગઈ કાલે રશ્મિકા મંદાનાનો શ્રીવલ્લી લુક દર્શાવતું નવું ગીત “અંગારો”નું ટીઝર રિલીઝ કર્યું. પ્રોમો પરથી જાણવા મળે છે કે આ ગીત ‘સામી સામી’ જેવું રોમેન્ટિક હશે. જેમાં અલ્લુ અર્જુનના પાત્ર પુષ્પા રાજ અને રશ્મિકા મંદાના એટલે કે શ્રીવલ્લી વચ્ચે પ્રેમ જોવા મળશે. આ ગીત 29 મેના રોજ સવારે 11:07 વાગ્યે રિલીઝ થશે.

Niraj Patel