“પુષ્પા 2″એ સર્જ્યો ઇતિહાસ! અલ્લુ અર્જુનના ઘરે જશ્નનો માહોલ, જુઓ ભવ્ય આતશબાજીનો નજારો

‘પુષ્પાઃ ધ રૂલ’ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી, આ ફિલ્મે પહેલા જ દિવસે કમાણીમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને પછાડી દીધી છે. હાલમાં જ ફિલ્મ રીલિઝ થયા બાદ અલ્લુ અર્જુનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેની પુત્રી સાથે તેના ઘરની સામે ફિલ્મની સફળતાની ઉજવણી કરતો જોવા મળે છે.

અલ્લુ અર્જુન સાઉથની સાથે હિન્દી સિનેમાનો ફેવરિટ એક્ટર બની રહ્યો છે. તાજેતરમાં જ અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ રીલિઝ થઈ હતી. ફિલ્મના પહેલા પાર્ટે ઘણી ધૂમ મચાવી હતી અને હવે લોકો તેનો સિક્વલ ભાગ પણ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે તેની રિલીઝ પહેલા જ ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને હવે તેની રિલીઝ પછી પણ તે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, ફિલ્મ રિલીઝ થયા બાદ અલ્લુ અર્જુને તેની ભવ્ય રીતે ઉજવણી કરી.

ધમાકેદાર ફિલ્મની ધમાકેદાર ઉજવણી! આ લાઇન ‘પુષ્પા 2’ સાથે સંપૂર્ણ રીતે બંધબેસે છે. પ્રી-સેલમાં, ‘પુષ્પા 2’ એ દેશની સાથે-સાથે વિદેશમાં પણ ધૂમ મચાવી છે, જ્યારે ફિલ્મની શરૂઆત પણ ખૂબ જ શાનદાર રહી છે. તાજેતરમાં ‘પુષ્પા’ એક્ટર અલ્લુ અર્જુને પોતાના ઘરે આતશબાજી કરીને ફિલ્મની સફળતાની ઉજવણી કરી હતી. , ‘પુષ્પા 2’ રિલીઝ થયા બાદ અલ્લુ અર્જુનના ઘરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અભિનેતા તેની પુત્રી સાથે ઘરની સામે થઈ રહેલા ફટાકડાની મજા લેતો જોવા મળે છે. ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. પુષ્પા 2 એ પહેલા જ દિવસે 175.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

‘પુષ્પા 2’ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જે એક હાઈ બજેટ ફિલ્મ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, તે 500 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મ હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારોની ઘણી ફિલ્મોને હરાવીને સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે પહેલા દિવસની કમાણીના મામલામાં ‘જવાન’, ‘પઠાણ’ અને ‘એનિમલ’ જેવી તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

Twinkle