સ્પા સેંટર પર અચાનક જ થઇ છાપેમારી, અંદરનો નઝારો જોઈને પોલીસ પણ ફફડી ઉઠી- જુઓ તમે પણ
ધાર્મિક નગરી પુષ્કર પોતાની આધ્યાત્મિક છટા અને પ્રકૃિતના મનોરમ્ય વાતાવરણને લઇને શ્રદ્ધાળુઓ અને પર્યટકો વચ્ચે પ્રસિદ્ધ છે. ત્યાં આ દિવસોમાં ધર્મની નગરીમાં અધર્મના કાળા ધંધા ઘણા થઇ રહ્યા છે. આવું જ કંઇક હાલ પુષ્કરમાં જોવા મળ્યુ. જયાં સ્પાની આડમાં દેહવિક્રયનો વેપાર કરી રહેલા સ્પા સેંટર પર પોલિસે છાપેમારી કાર્યવાહીને અંજામ આપ્યો.
રાજસ્થાનમાં પુષ્કરમાં સ્પાની આડમાં દેહવિક્રયનો વેપાર કરવાનો એક ટ્રેની IPSએ ભાંડાફોડ કર્યો છે. તે બાદ પોલિસે પીટા એક્ટમાં મામલો દાખલ કરી 6 યુવતિઓ અને 2 યુવકોની ધરપકડ કરી છે. ઘટનાની વિગત જોઇએ તો, પુષ્કરમાં આ ધંધો બહારના રાજયોથી આવેલ યુવતિઓ કરતી હતી જેમાં દિલ્લીની ત્રણ યુવતિ અને હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશની યુવતિઓ સામેલ છે. લગભગ 2 વર્ષથી અહીં આ ધંધો ચાલી રહ્યો હતો.
પુષ્કર ગુરુદ્વારા પાસે સંચાલિત બુદ્ધા રિલેક્સ સ્પામાં આવો ધંધો ચાલી રહ્યો છે, તેની સૂચના મળતા સીઓ ગ્રામીણ સુમિત મેહરડા અને સીઆઇ મહાવીર શર્માને ફર્જી ગ્રાહક બનાવીને મોકલવામાં આવ્યા હતા. ત્યાં જ સૂચનાની પુષ્ટિ થવા પર પોલિસે સ્પા સેંટર પર છાપેમારીની કાર્યવાહીને અંજામ આપ્યો. કાર્યવાહીમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્લીની 6 યુવતિઓ સહિત અજમેર નિવાસી યોગેશ, પુષ્કર નિવાસી મોનૂ રાવતની પીટા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી.
પોલિસે ગુરુદ્વારા પાછળ સ્થિત બુદ્ધા રિલેક્સ સ્પામાં છાપેમારી કરી ત્યારે આ દરમિયાન ત્યાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રેની આઇપીએસ અને સીઓ ગ્રામીણ સુમિત મેહરા, સીઆઇ મહાવીર શર્મા સહિત ભારે પોલિસ હાજર હતી. આ દરમિયાન પોલિસે મીડિયાને કવરેજ કરવાની ના કહી હતી.