ચાલુ ટ્રેનમાં સફર કરી રહેલા બે યાત્રિકો વચ્ચે અચાનક થઇ ગયો ઝઘડો, એક યાત્રીને ગુસ્સો આવતા બીજા યાત્રીને દરવાજાની બહાર ફેંક્યો, જુઓ વીડિયો

ગુસ્સો એ માણસની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે એમ આપણે ત્યાં કહેવાય છે અને ઘણા લોકોને તમે જોયા હશે કે જયારે તેમને ગુસ્સો આવે ત્યારે એવા એવા કામ કરી બેસતા હોય છે જેની કોઈ કલ્પના પણ ના કરી હોય, ઘણીવાર ગુસ્સો કોઈનો જીવ પણ લઈ લે છે, હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ચાલુ ટ્રેનમાં થયેલી સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો.

આ ઘટના પશ્ચિમ બંગાળના વીરભૂમિમાં ઘટી છે. હાવડા-માલદા ઇન્ટરસિટી એક્સપ્રેસમાં, એક સહ-યાત્રીએ નજીવી તકરાર પછી એક વ્યક્તિને ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. આરોપીએ  પ્રાર્થના કરી અને ફરી પોતાની સીટ પર આવીને બેસી ગયો. પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે બની હતી.

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીની તે વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી જે ટૂંક સમયમાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી.આ ઘટનાના એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે એક વિકલાંગ મુસાફર દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો, બંને પક્ષો એકબીજા સાથે બોલચાલ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અચાનક આરોપીએ તે વ્યક્તિને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના તારાપીઠ રોડ અને રામપુરહાટ સ્ટેશન વચ્ચે બની હતી. ટ્રેન તારાપીઠ પાસે હતી, જ્યાં એક પ્રખ્યાત કાલી મંદિર આવેલું છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ દ્વારા જણાવ્યું કે વીડિયો શૂટ કર્યા બાદ દિવ્યાંગ ટ્રેનમાંથી નીચે ઉતર્યો અને તેણે મુરાઈ પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરી. આરપીએફ દ્વારા જણાવ્યું કે ઘાયલ મુસાફરની ઓળખ રામપુરહાટના સુંધિપુર વિસ્તારના રહેવાસી 25 વર્ષીય સજલ શેખ તરીકે થઈ છે.

फुल स्पीड में थी ट्रेन, दो लोगों में हुई हाथापाई तो एक ने दूसरे को नीचे फेंक दिया, आरोपी गिरफ्तार #WestBengal #TrainAccident pic.twitter.com/fHR2u8HLHY

— All India News Today (@AINewsToday) October 17, 2022

તેમણે વધુમાં જણાવ્યું કે સજલ અને આરોપીઓ વચ્ચે મલ્લારપુર સ્ટેશનથી વિવાદ શરૂ થયો અને પછી આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો. જેના બાદ સજલને ગંભીર હાલતમાં ટ્રેક પરથી બચાવી લેવામાં આવ્યો હતો અને રામપુરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ આ મામલે આરોપીને પૂછપરછ પણ કરી રહી છે. 

Niraj Patel