ખબર

ભાવનગરની દીકરીએ હેલિકૉપ્ટરમાં ભરી આકાશી ઉડાન, બનાવ્યો વીડિયો અને થોડી જ મિનિટોમાં મળ્યું મોત, ઘટનાનો છેલ્લો વીડિયો જોઈને આંખોમાં આંસુઓ આવી જશે

‘ના જાણ્યું જાનકી નાથે..!’ ક્રેશ પહેલા દીકરીનો અંતિમ વીડિયો સામે આવ્યો, ભાવુક કરી દેશે વીડિયો

18 ઓક્ટોબરનો દિવસ ભાવનગર જ નહિ ગુજરાત માટે પણ એક ખુબ જ દુઃખદ દિવસ બની ગયો. કારણે કે આ એજ દિવસ હતો જયારે કેદારનાથ ધામમાં દર્શન કરવા માટે ગયેલી ભાવનાગરની ત્રણ દીકરીઓ સમેત 7 લોકોના મોત હેલિકૉપ્ટર ક્રેશ થવાના કારણે થયા હતા.

આ ઘટના બાદ ત્રણેય દીકરીઓના પરિવારમાં પણ ઊંડો શોક વ્યાપી ગયો છે. લોકો પણ પરિવારને સાંત્વના આપવાના પ્રયાસો કરી રહ્યા છે. મંગળવારે કેદારનાથથી 2 કિ.મી. દુર આવેલ ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ખરાબ હવામાનના કારણે અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોત થયા છે.

હેલિકોપ્ટરે પાથાથી ઉડાન ભરી હતી અને તે ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું. તેમાં ભક્તો હતા. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ખાનગી કંપની આર્યન હેલીનું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતાની સાથે જ તેના પાંખીયા ક્યાંક દૂર જઈને પડ્યા અને લોકોના મૃતદેહ વેરવિખેર થઈ ગયા. સર્વત્ર ધુમાડો હતો. ડરામણી તસવીરો જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા.

હેલિકોપ્ટર દુર્ઘટનાનું મુખ્ય કારણ ગાઢ ધુમ્મસ હોવાનું કહેવાય છે. જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે ગાઢ ધુમ્મસ હતું અને દૃશ્યતા ખૂબ જ નબળી હતી. આમ છતાં હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓને લઈ જઈ રહ્યું હતું. આ ગોઝારા અકસ્માતની અંદર મોતને ભેટનાર 7 લોકોમાંથી 3 ભાવનગરની દીકરીઓ હોવાનું સામે આવ્યું હતું.

ભાવનગરમાં રહેતી બે પિતરાઈ બહેનો ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ આ દુર્ઘટનામાં મોતને ભેટી જયારે અન્ય એક યુવતી પૂર્વા રામાનુજ ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બન્યા પહેલા જ મોતને ભેટેલ એક યુવતી પૂર્વા રામાનુજે થોડા કલાકો પહેલા જ પોતાના સોશિયલ મીડિયા દ્વારા બાબા કેદારનાથના દર્શનની તસીવરો પણ શેર કરી હતી.

આ ઉપરાંત હેલિકોપ્ટરમાં બેઠાનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેને કેપશનમાં ” હેલિકોપ્ટરમાંથી નજારો” એમ પણ લખ્યું હતું.સાથે જ કેદારનાથના લોકેશનને પણ ટેગ કર્યું હતું, પરંતુ કોને ખબર હતી કે આ તેમના જીવનનો અંતિમ નજારો બની જશે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)