આપણા ભારતમાં ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ભલે એ વર્લ્ડ કપ હોય કે પછી આઇપીએલ, દરેક ટ્રોફી ભારતીય ટિમ એના નામે કરવા ઈચ્છે છે. સમય સાથે આ ક્રિકેટ ટિમના જુના ખેલાડીઓ રિટાયરમેન્ટ લેતા જાય છે અને નવા ખેલાડીઓ રેકોર્ડ તોડતા જાય છે.

મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ આવ્યા બાદ હવે ક્રિકેટ જગતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બાયોપિક ફિલ્મ એપ્રિલ 2020માં રિલીઝ થવાની છે. આ ફિલ્મ નિર્દેશક કબીર ખાન બનાવી રહયા છે જેમાં કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહ ભજવવાના છે. આ ફિલ્મ વર્ષ 1983માં કપિલ દેવની કપ્તાનીમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં થયેલી ભારતની શાનદાર અને ઐતિહાસિક જીત પર આધારિત છે. હાલ આ ફિલ્મની રાહ કપિલ દેવના ચાહકો આતુરતાથી જોઈ રહયા છે.

ભારતના આ મહાન ખેલાડી કપિલ દેવ વનડે મેચોમાં સેન્ચુરી મારવાવાળા પહેલા ભારતીય ખેલાડી છે. વર્ષ 1983માં વર્લ્ડ કપ દરમ્યાન તેમને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 175 રનની કરિશ્માઈ પારી રમી હતી. ક્રિકેટ જગતના સૌથી શ્રેષ્ઠ ખેલાડી કપિલ દેવ પહેલા હરિયાણાની રણજી ટિમ માટે રમતા હતા, એટલે તેમને હરિયાણા હેરિકેન અને હરિયાણાના તૂફાનના નામે પણ ઓળખવામાં આવે છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પોતાની આખી ક્રિકેટ કારકિર્દીમાં લગભગ 131 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાંથી તેમને લગભગ 184 પારીઓમાં બેટિંગ કરી છે. એ જાણીને આશ્ચર્ય થશે કે કપિલ દેવ પોતાની આ બધી જ પારીઓમાં ક્યારેય પણ રન આઉટ થયા નથી.
ક્રિકેટની દુનિયામાં ઓલરાઉન્ડર હોવાની સાથે સાથે કપિલ દેવ એક સારા બિઝનેસમેન પણ છે. તેમના ચંદીગઢ અને પાટણમાં કૅપ્ટન્સ ઇલેવન નામના બે રેસ્ટોરન્ટ પણ છે જે તેમને વર્ષ 2006માં ખોલ્યા હોતા. કપિલ દેવે 24 સપ્ટેમ્બર 2008માં પ્રાદેશિક સેનામાં માનદ લેફટનન્ટ કર્નલનો પદભાર ગ્રહણ કર્યો.
કપિલ દેવે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત 1975માં પ્રથમ શ્રેણીની ક્રિકેટથી કરી હતી. તેના લગભગ 3 વર્ષ બાદ એ 1978માં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે કપિલ દેવ સચિન તેંડુલકર પહેલા સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યુ કરનાર ભારતીય ક્રિકેટર છે.
પોતાની અદભૂત રમતની પ્રતિભાથી ક્રિકેટના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખાણ બનાવનાર કપિલ દેવ પોતાની ત્રણ આત્મકથાઓ ગોડ્સ ડિક્રી, સ્ટ્રેટ ફોર્મ માય હાર્ટ, ક્રિકેટ માય સ્ટાઇલ લખી છે.
ભારતનો પહેલો વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવનું એક એવું રહસ્ય છે કે જે ઘણા લોકો નથી જાણતા. કપિલ દેવે આ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એ રહસ્ય અચાનક બધાની સામે આવશે.
જણાવીએ દઈએ કે કપિલ ક્રિકેટ ટિમમાં ભાગ લીધા પહેલા એક કંપની માટે કામ કરતા હતા. જો કે તે સ્પીનિંગ એન્ડ વિવિંગ મિલ્સમાં લોજિંગ ઓફિસરની પોસ્ટ પર કામ કરતા હતા. ત્યાં એમને 1979થી લઈ 1982 સુધી કામ કર્યું અને ક્રિકેટમાં આવ્યા બાદ એમને એ કામને અલવિદા કહી દીધું.
દરેક કંપની તેમાં અંદર કામ કરનાર લોકોની સેલેરીમાંથી થોડી રકમ કાપી પ્રોવિડન્ટ ફન્ડના નામ પર રાખે છે જે એમને નોકરી છોડ્યા પછી આપી દેવામાં આવે છે. કપિલની આ કંપનીએ પણ 36 વર્ષ પછી એ ફંડ કપિલને ચૂકવ્યું. કહેવાય છે કે આ ફંડ લગભગ 2.75 લાખ છે જે ચાર દશક પછી કપિલને મળ્યા. જો કે કંપનીની એ મિલ તો વર્ષ 1994માં જ બંધ થઈ ગઈ હતી પણ આ કંપની હજુ ચાલુ છે.
કંપનીના માલિકે જણાવ્યું કે જ્યારે એમને કંપનીમાં કામવાળા લોકોના રેકોર્ટ્સ ચેક કર્યા તો ખબર પડી કે કપિલ દેવનું પ્રોવિડન્ટ ફંડ એમને ચૂકવવામાં આવ્યું નથી. જેના પછી એમને કપિલ દેવનો સંપર્ક કર્યો અને એમને રકમ લઈ જવાનો આગ્રહ કર્યો. કપિલ ચોંકી ગયા, પરંતુ આગ્રહ કરવા પર તેઓ આવીને ઔપચારિકતા પુરી કરી દીધી. જો કે એમને આ જ જાન્યુઆરી મહિનામાં બધી રાશિ આપી દીધી હતી પણ આ વિશે કપિલએ મીડિયાને ખબર ન પડવા દીધી.
નોંધનીય છે કે કપિલે દેવે 1983માં ભારતએ પહેલો વર્લ્ડ કપ અપાવ્યો હતો. એમને એમના ક્રિકેટ કરિયરમાં કુલ 225 વનડે મેચ રમ્યા જેમાં એમને 3783 રન બનાવ્યા.
કપિલ દેવે ભલે ક્રિકેટથી સન્યાસ લીધો હોય પણ ભારતીય ક્રિકેટ જગતમાં તેમના દ્વારા કરવામાં આવેલા યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહિ. તેમની પાસેથી આપણે પ્રેરણા લેવા જેવી છે. કપિલ દેવ હંમેશા પોતાના અનુભવોથી ભારતીય ટીમનું મનોબળ વધારવાનું કામ કરે છે. કપિલ દેવ જેવા ક્રિકેટર ભારતીય ટીમનો ભાગ બન્યા એ ભારત માટે ગર્વની વાત છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.