ફિલ્મી દુનિયા

સુશાંતના નામ પર રાખવામાં આવ્યું તેના હોમટાઉન પૂર્ણિયામાં ચોકનું નામ, સામે આવી તસ્વીર

14 જૂનના રોજ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ આ દુનિયાને અલવિદા કહી દીધુ હતું. આ બાદ લોકો તેનેશ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બૉલીવુડના સિતારાઓએ પણ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. તો બીજી તરફ સુશાંતના હોમટાઉનમાં લોકો તેના અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સુશાંતના નિધન બાદ 1 મહિના પછી હવે સુશાંતના વતન પૂર્ણિયામાં એક માર્ગ અને ચોકનું નામ એક્ટરના નામ પર રાખવામાં આવ્યું છે. જેના ફોટાઓએ હવે ઇન્ટરનેટ ઉપર છવાઈ ગયા છે.

Image source

સુશાંતના નામે મહાપાલિકાએ ફોર્ડ કંપની ચોકનું નામ બદલીને સુશાંતસિંહ રાજપૂત ચોક રાખ્યું છે. તે જ સમયે, એક રસ્તાનું નામ સુશાંતસિંહ રાજપૂત પાથ પણ રાખવામાં આવ્યું છે.

Image source

તમને જણાવી દઈએ કે પૂર્ણિયાના મેયર સવિતા દેવી આ નામના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. સુશાંતના ફેન્સએ આ રીતે એક્ટરને આપેલી શ્રદ્ધાંજલિની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાકયુઝર્સે કહે છે કે સુશાંતના નામની આ એક સાચી શ્રદ્ધાંજલિ છે. તે જ સમયે, કેટલાક યુઝર્સે પૂર્ણિયા વહીવટની પણ પ્રશંસા કરી રહ્યા છે.

આ સિવાય એક્ટરની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચરા’ નો ટાઈટલ ટ્રેક પણ થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું છે. જેને પ્રેક્ષકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. તેનું ટીઝર ટાઇટલ ટ્રેકની રિલીઝ પહેલા જરિલીઝ કરવામાં આવ્યું હતું. જે બાદ આ ગીતના રિલીઝ માટે પ્રેક્ષકો બેતાબ થઈ ગયા હતા. જે હવે પૂરું થઈ ગયું છે. ફિલ્મના ટાઇટલ સોંગનું નામ ‘દિલ બેચારા’ છે. જેમને એઆર રહેમાને પોતાનો અવાજ આપ્યો છે. વળી, તેમણે આ ગીતનું સંગીત પણ આપ્યું છે.

Image source

આ ગીતને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું છે. ગીતની વાત કરવામાં આવે તો તો સુશાંત તેમાં સ્ટેજ પર પરફોર્મન્સ આપતો જોવા મળી રહ્યો છે. આ ગીતમાં એક્ટર તેના હાર્ટની સમસ્યા કહેતો નજરે પડે છે. આ ગીતને પ્રેક્ષકો દ્વારા ખૂબ ગમ્યું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.