વધુ એક બળાત્કારી બાબા, પોતાના આશ્રમમાં સાંકળોથી બાંધીને રાખતો હતો સગીરાને, બેડરૂમમાં લઇ જઈ કરતો હતો બળાત્કાર, આ રીતે ફૂટ્યો ભાંડો

બેડરૂમમાં લઇ જઈને કરતો હતો બળાત્કાર, સાંકળથી બાંધીને રાખતો હતો, નાબાલિક બાળકીએ આશ્રમથી ભાગીને ટ્રેનમાં સંભળાવી આપવીતી

Purnanand swami arrest for raping minor : ગુજરાત સમેત દેશભરમાં મહિલાઓ અને યુવતીઓ સાથે સાથે નાની બાળકીઓ અને કિશોરીઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે,  પરંતુ હાલમાં એક એવી ઘટના સામે છે જેને લઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. એક સંત જેને લોકો ઈશ્વર સમકક્ષ માનતા હતા, જેના ચરણસ્પર્શ કરતા હતા એ સંત દ્વારા જ એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આંધ્રપ્રદેશ પોલીસે વિશાખાપટ્ટનમ આશ્રમના સંચાલકની સગીર બાળકી સાથે યૌન શોષણના આરોપમાં ધરપકડ કરી છે. સંચાલક પર તેના આશ્રમમાં એક સગીર છોકરીનું બે વર્ષથી વધુ સમય સુધી યૌન શોષણ કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, 15 વર્ષની અનાથ પીડિતાની ફરિયાદ બાદ 63 વર્ષીય સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી ઉર્ફે સ્વામી પ્રેમાનંદની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપ છે કે તેણે પીડિતાને બે વર્ષથી વધુ સમય સુધી સ્વામી જ્ઞાનાનંદ આશ્રમ વેંકોજીપાલેમમાં બંદી બનાવીને તેનું યૌન શોષણ કર્યું હતું. રાજમહેન્દ્રવરમમાં રહેતી છોકરીએ નાની ઉંમરમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેમના સંબંધીઓએ તેમને ગરીબ બાળકો માટેના આશ્રમમાં મોકલી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સ્વામી દરરોજ રાત્રે તેને પોતાના બેડરૂમમાં લઈ જતા હતા અને રેપ કરતા હતા.

છેલ્લા એક વર્ષથી પીડિતા બેડરૂમમાં સાંકળોથી બંધાયેલી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે તેને માત્ર બે ચમચી ખાવાનું આપવામાં આવતું હતું અને અઠવાડિયામાં માત્ર એક જ વાર નહાવાની છૂટ હતી. એવું જાણવા મળ્યું છે કે પીડિતા 13 જૂને ઘરેલુ નોકરની મદદથી આશ્રમમાંથી ભાગી ગઈ હતી. પીડિતાએ ટ્રેનમાં બેઠેલી મહિલા મુસાફરને પોતાની આપવીતી સંભળાવી હતી, ત્યારબાદ પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ફરિયાદ બાદ, પીડિતાને બાળ કલ્યાણ સમિતિમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણીએ વર્ણવ્યું હતું કે કેવી રીતે સ્વામીએ આશ્રમમાં તેનું જાતીય અને શારીરિક શોષણ કર્યું હતું. ફરિયાદ સાંભળ્યા પછી, CWC સભ્યોએ છોકરીને ડીસા પોલીસ સ્ટેશન મોકલી જ્યાં સ્વામી પૂરાનંદ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો. હાલમાં પીડિતાને મેડિકલ તપાસ માટે વિજયવાડા સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

(પ્રતીકાત્મક તસવીર)

બીજી તરફ પોતાના બચાવમાં આરોપી ધાર્મિક નેતાએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો આશ્રમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ આરોપ આ ષડયંત્રનો એક ભાગ છે.  15 જૂને આશ્રમના સંચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આશ્રમમાંથી એક છોકરી ગુમ થઈ ગઈ છે. આ પહેલીવાર નથી જ્યારે સ્વામી પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો હોય. તેના પર 2012માં આશ્રમમાં એક સગીર છોકરીનું યૌન શોષણ કરવાનો પણ આરોપ હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ‘ધર્મગુરુ’ને પાછળથી જામીન પર છોડવામાં આવ્યા હતા.

Niraj Patel