કોથળાની અંદર 1-2 અને 5 રૂપિયાના સિક્કા ભરીને શોરૂમમાં સ્કૂટી ખરીદવા માટે પહોંચ્યો આ વ્યક્તિ, આટલા વર્ષની મહેનતથી કર્યા હતા ભેગા… જુઓ વીડિયો

વર્ષોથી સપનું હતું પોતાની સ્કૂટી ખરીદવાનુઁ, 6 વર્ષથી ભેગા કરતો રહ્યો પૈસા, આખરે કોથળો ભરીને પરચુરણ લઇ પહોંચ્યો શોરૂમમાં… જુઓ વીડિયો

પોતાનું વાહન ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. જે ચાલી જાય છે તેને સાયકલની ઈચ્છા થાય, જેની પાસે સાયકલ છે તને બાઈકની અને જેની પાસે બાઈક છે તેની ઈચ્છા કાર ખરીદવાની હોય છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર વાહન ખ્રીવાનું સપનું જુએ છે. પરંતુ આજના મોંઘવારીના સમયમાં વાહન ખરીદવું પણ રમત વાત નથી હોતી.

છતાં પણ ઘણા લોકો એવા હોય છે જે મહેનત કરીને પૈસા ભેગા કરે છે અને પછી પોતાના માટે વાહન ખરીદતા હોય છે. ત્યારે હાલ ગુવાહાટીના એક નાના દુકાનદાર મો સૈદુલ હકે આખરે પોતાના જમા થયેલા સિક્કાઓ વડે નવી સ્કૂટી ખરીદીને પોતાનું સપનું પૂરું કર્યું છે. તે છેલ્લા 5-6 વર્ષથી 1- 2- 5 અને 10 રૂપિયાના સિક્કા બચાવતો હતો.

બોરાગાંવ વિસ્તારના રહેવાસી હકે શોરૂમમાં પરચુરણ ચૂકવીને સ્કૂટી ખરીદી હતી, જેને તે એક કોથળામાં ભરીને શોરૂમમાં લઈ ગયો હતો. હકે કહ્યું કે હું એક નાની દુકાન ચલાવું છું અને સ્કૂટી ખરીદવાનું મારું સપનું હતું. મેં 5-6 વર્ષ પહેલા સિક્કા એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું.. આખરે તેને આ સપનું પૂર્ણ કર્યું.

ટુ વ્હીલરના શોરૂમના માલિકે જણાવ્યું કે તે અમારા શોરૂમમાં આશરે રૂ. 90,000ના સિક્કાથી ભરેલો કોથળો લઈને આવ્યો હતો. સિક્કા ગણતા કલાકો લાગ્યા. કારણ કે હક ખૂબ મહેનત કરીને પૈસા ભેગા કરીને પોતાનું સપનું પૂરું કરવા માંગતો હતો, તેથી તે શોરૂમથી નિરાશ થયો ન હતો.” ત્યારે હાલ આ મામલાની ઘણી તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel