ગુજરાતી લોકોની સૌથી ફેવરીટ ને વાર તહેવારે બનતી જો કોઈ વાનગી હોય તો તે પૂરણ પોળી છે. જેને વેડમી પણ કહેવાય છે. દાળમાથી બનતી હોવાથી તે પ્રોટીનથી ભરપૂર છે ને ખાવામાં પણ મજા આવે છે. અને એમાંય જો ઘી થી લથબથ કરીને ખાવામાં આવે તો તો પછી પૂછવું જ શું.. તો નોંધી લો આજે પૂરણ પૂરી બનાવવાની ફોટો સાથેની રેસીપી જોઈને રીત.
સામગ્રી :
- તુવેર ની દાળ 1 કપ
- પાણી 1કપ
- તેલ 1 ચમચી
- ગોળ 1/2કપ
- ખાંડ 3ચમચી
લોટ બાંધવા માટે
- ઘઉં નો લોટ 11/2 કપ
- તેલ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
- ઘી ઉપર થી રેડવા માટે
રીત
સૌપ્રથમ તુવેર ની દાળ ને પલાળી રાખો અને પછી એને ધોઈ ને બાફી લો પણ એમાં બઉ પાણી નઈ રાખવાનું બાફતી વખતે એમાં તેલ પણ એડ કરો તુવેર ની દાળ બફાય જાયઃ
એટલે એક પેન ને ગરમ કરો અને તુવેર ની દાળ ને સેકાવા દો અને પછી એમાં ગોળ એડ કરી ને મિક્સ કરી હવે બફાઇ ગયેલી તુવેરદાળને એક પેનમાં કાઢો ને ગેસ ચાલુ કરી એ પેન ગેસ પર મૂકો.
પછી એમાં સામગ્રીમાં દર્શાવેલ ગોળ ઝીણો સમારી એડ કરો.
અને હલાવતા રો પછી એમાં ખાંડ એડ કરો અને મિક્સ કરી લો .
તુવેર ની દાળ નુ મિક્સર ગોળ ગોળ વડવા માંડે એટલે સમજી જવું ક મિક્સર તૈયાર છે પછી એને એક વાડકા માં કાઢી લો અને ઠંડુ પાડી લો.
પછી લોટ બાંધી લો રોટલી નો બાંધીયે એવી જ રીતે પછી નાનકડી રોટલી વણી ને એ મિક્સર ને એડ કરો અને ફરી એનું ગોલુ વાળી ને વણી લો.
પછી એને સેકી લો એક બાજુ સેકી તેલ એડ કરો અને બરોબર સેકી લો સેકાય જાયઃ
પછી એના ઉપર ઘી એડ કરી ને સર્વ કરો વેડમી ને કઢી સાથે સર્વ કરવા માં આવે છે.
અને એને ખાવાની ખુબજ મજા આવે છે તમે જરૂર થી બનાવજો અને અમને જણાવજો રેસીપી કેવી લાગી
રેસીપી ની લિંક:
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks (Gujarati Kitchen)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ