‘છ પગ અને બે પૂંછડી’ સાથે જન્મ થયો આ ગલુડિયાનો, લોકોએ કહ્યું આ તો ચમત્કાર કહેવાય, જુઓ વીડિયો અને તસવીરો

ઘણા માણસો અને પ્રાણીઓ પણ એવા હોય છે જેને શરીરની અંદર સામાન્ય માણસ કરતા વધારાના અંગો જોવા મળે છે. ત્યારે ઘણા લોકો તેને ભાગ્યશાળી પણ માનતા હોય છે. હાલ અમેરિકામાં જન્મેલું એક પપ્પી સ્કીપર દુનિયાની અંદર ચર્ચાનો વિષય બન્યું છે.

તેના જન્મને પણ લોકો ચમત્કાર માની રહ્યા છે. કારણ કે આ પપ્પીને 6 પગ અને 2 પૂંછડીઓ છે. ડોક્ટરનું કહેવું છે કે આ અસામાન્ય મેડિકલ કંડિશનના કારણે બન્યું છે. સોશિયલ મીડિયા ઉપર હાલ આ પપ્પીની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે અને તેને જોઈને લોકો પણ હેરાન થઇ રહ્યા છે.

આ ચમત્કારિક પપ્પીની તસ્વીર અને કહાની ફેસબુક પેજ નીલ વેટરનરી હોસ્પિટલ દ્વારા શેર કરવામાં આવી છે. જે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે. તેમને કેપશનમાં લખ્યું છે કે, “આ ચમત્કારનું નામ સ્કીપર છે. તેને જીવતું રહીને અમને હેરાન કરી દીધા છે. કારણ કે આવી સ્થિતિમાં જન્મેલું કોઈ ડોગ આટલું સ્વસ્થ નથી હોતું.

This is a miracle named Skipper. Literally. She has survived longer than we suspect any other canine has (at just 4 days…

Posted by Neel Veterinary Hospital on Sunday, 21 February 2021

આ એક ઓસ્ટ્રેલિયન બોર્ડર કોલી જાતિનું ડોગ છે. જે નીલ વેટરનરી હોસ્પિટલમાં જન્મ્યું છે. સામાન્ય રીતે જે પ્રાણીઓ આવા વધારાના અંગો સાથે જન્મે છે તે લાંબો સમય સુધી જીવિત નથી રહી શકતા.

જોકે, સ્કીપરની કંડિશન ખુબ જ સારી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેનો બીજો એક ભાઈ કે બહેન હોવા જોઈતા હતા. પરંતુ ગર્ભાશયમાં ભ્રુણ અલગ ના થાય. જેના કારણે સ્કિપરે બે વધારાના પગ અને એક વધારાની પૂંછડી સાથે જન્મ લીધો.

સ્કીપરનું ખુબ જ સ્પેશિયલ હોવા છતાં પણ વિશેષજ્ઞોનું કહેવું છે કે તે લગભગ એક સ્વસ્થ જીવન જીવશે. એ તો સમય જ જણાવશે કે તે ફિજિકલ થેરેપી વિના સ્વતંત્ર રૂપથી ચાલી શકશે કે નહીં. હાલમાં હોસ્પિટલ દ્વારા સ્કીપરનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેને બોટલની મદદથી ખાવનું ખવડાવવામાં આવી રહ્યું છે.

Niraj Patel