ખબર મનોરંજન

BREAKING : પંજાબના ફેમસ સિંગરની ગોળી મારી હત્યા, ધોળેદિવસે હત્યા થતા લાશ થાર કારમાંથી મળી આવી

આપણા દેશમાં અવારનવાર કોઈને ના કોઈ મુદ્દે માથાકૂટ થતી રહે છે અને ઘણા ખૂન પણ થઇ જતા હોય છે. તેવામાં હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે પંજાબી ફેમસ સિંગર સિદ્ધુ મૂસેવાલાને કથિત રીતે માનલા ગામમાં ગોળી મારવામાં આવી છે.

સિંગરને ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ ઘટના પંજાબ પોલીસ દ્વારા મૂસેવાલા સહિત 24 લોકોની સુરક્ષા પરત લેવાના એક દિવસ બાદ થઈ છે.

આ સિંગારને પંજાબ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર માનસાથી લડી હતી અને તેને આપ ઉમેદવાર વિજય સિંહલાએ 63 હજાર મતોથી હરાવ્યા હતા. વિજય સિંગલાને હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા.

આજે થયેલા ફાયરિંગમાં મૂસેવાલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું જ્યારે તેમના 2 સાથી ઘાયલ થયા છે. પંજાબમાં CM ભગવંત માનની આગેવાનીવાળી AAP સરકારે શનિવારે જ સિદ્ધૂ મૂસેવાલાની સિક્યોરિટી ઘટાડી હતી.

આ સિંગર પાસે પહેલાં લગભગ 8થી 10 ગનમેન હતા. પંજાબની ગવર્મેન્ટ સિક્યોરિટી ઘટાડ્યા પછી તેમની પાસે માત્ર 2 જ ગનમેન વધ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સિદ્ધૂ મૂસેવાલા પોતાના સાથીઓની સાથે ગાડી લઈને જઈ રહ્યાં હતા. ત્યારે કાળા રંગની ગાડીમાં સવાર 2 હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યું.