હજુ સિદ્ધુ મુસેવાલાની યાદ દિલમાંથી ગઈ નથી ત્યાં વધુ એક જુવાન જોધ 42 વર્ષના સિંગરનું નિધન થયું

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા જ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં જ ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારે મુસેવાલાના દુઃખમાંથી હજુ  ચાહકો બહાર નીકળ્યા નહોતા ત્યાં વધુ એક સિંગરના નિધને ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધું છે. પંજાબી ગાયક નિરવૈર સિંહનું નિધન થયું છે. એક ખૂબ જ ખતરનાક માર્ગ અકસ્માતે તેનો જીવ લઈ લીધો.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ સાથે એક મહિલા સહિત બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી આ મામલામાં નિરવૈર સિંહના પરિવાર દ્વારા કોઈને આરોપી બનાવવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે પ્રખ્યાત પંજાબી સિંગર નિરવૈર સિંહ લગભગ નવ વર્ષ પહેલા પોતાની સિંગિંગ કરિયરને આગળ વધારવા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા. મંગળવારે 31 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયામાં એક ખૂબ જ ખતરનાક માર્ગ અકસ્માતે તેનો જીવ લઈ લીધો. નિરવૈર સિંહના બે બાળકો છે, જેઓ પિતાના ગયા બાદ હવે સંપૂર્ણપણે એકલા પડી ગયા છે.

મંગળવારે મેલબોર્નમાં ત્રણ વાહનો અથડાયા હતા, જેના કારણે ખૂબ જ ખતરનાક માર્ગ અકસ્માત થયો હતો, પોલીસે જણાવ્યું હતું. આ મામલામાં એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ નિરવૈરના પરિવારજનોએ તેમના પર કોઈ આરોપ લગાવ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ખોટી રીતે ડ્રાઇવિંગ અને ત્રણેય વાહનોની ટક્કરના કારણે થયો હતો.

નિરવૈર સિંહના મૃત્યુની માહિતી મળતાં જ તેમના ચાહકો, પરિવારજનો અને મિત્રોને આઘાત લાગ્યો છે. પંજાબી ગાયક ગગન કોકરીએ નિરવૈર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને પોસ્ટ કર્યું. તેણે લખ્યું, ‘મેં હમણાં જ આ ચોંકાવનારા સમાચાર સાંભળ્યા છે. અમે બંનેએ સાથે ટેક્સી ચલાવી. અમે બંનેએ પહેલીવાર સાથે ગીત ગાયું. પછી તમે કામમાં વ્યસ્ત થઈ ગયા. તમારું ગીત ‘તેરે બિના’ અત્યાર સુધીનું શ્રેષ્ઠ ગીત હતું. તમે ખૂબ જ સરસ વ્યક્તિ હતા. હું તને ક્યારેય ભૂલી શકતો નથી.’

તમને જણાવી દઈએ કે નિરવૈર એક પ્રખ્યાત પંજાબી ગાયક હતા. ‘માય ટર્ન’ આલ્બમનું તેમનું ગીત ‘તેરે બિના’ ખૂબ જ લોકપ્રિય થયું હતું. તે પંજાબના કુરાલીનો હતો. ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કર્યા પછી, તેઓએ લગ્ન કર્યા અને બે બાળકો છે. હવે સિંગરના નિધન ઉપર ઈંડસ્ટ્રી સહીત તેના ઘણા ચાહકો પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તેને અશ્રુભેર શ્રધાંજલિ પણ આપી રહ્યા છે.

Niraj Patel