Breaking News: દિગ્ગજ પંજાબી સિંગરનું થયું નિધન, નાની ઉંમરે દુનિયા છોડી, ફેન્સની માથે દુઃખનો પહાડ તૂટ્યો

Punjabi Singer Kanwar Chahal Passes Away: પંજાબી ઈન્ડસ્ટ્રીમાંથી હાલમાં ખૂબ જ દુઃખદ ખબર સામે આવી. પ્રખ્યાત પંજાબી ગાયક કંવર ચહલનું (Kanwar Chahal) ગુરુવારે નિધન થયું. તેણે 29 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. જણાવી દઈએ કે કંવર ચહલે ઘણા પ્રખ્યાત ગીતો ગાયા છે. તેણે શહનાઝ ગિલ સાથે પણ કામ કર્યું છે. કંવર ચહલના અકાળ અવસાનના સમાચાર સાંભળીને તેમનો પરિવાર ભારે આઘાતમાં છે.

કંવર ચહલનો જન્મ 22 જૂન 1993ના રોજ પટિયાલામાં થયો હતો. જણાવી દઈએ કે તે 2005થી કેનેડામાં રહેતો હતો. ગાયક હોવા ઉપરાંત તે મોડલ અને ડાન્સર પણ હતો. 2014માં તેને ઇન્ટર-કોલેજ યુથ ફેસ્ટિવલમાં બેસ્ટ ડાન્સરનો એવોર્ડ મળ્યો હતો. તેના માતા-પિતા ડોક્ટર છે. તેને તેના ગીત “ગલ સુન જા” થી ઘણી ઓળખ મળી હતી, જે ચાહકો વચ્ચે ઘણુ લોકપ્રિય થયુ હતુ. તેણે સંગીતનું શિક્ષણ તેની મોટી બહેન પાસેથી મેળવ્યું હતું.

લોકપ્રિય ભારતીય ગાયક અને મોડલ કંવર ચહલ તેના ગીતો “ઇક વાર,” “ડોર,” અને “બ્રાંડ” માટે જાણીતો છે. તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ હતો, તે તેના ચાહકોને તેની દૈનિક પ્રવૃત્તિઓ વિશે અપડેટ રાખવાનું પસંદ કરતો હતો. કંવર ચહલના નિધન બાદ તેના અંતિમ સંસ્કાર ભીખી માનસામાં કરવામાં આવ્યા હતા. જ્યાં તેનો પરિવાર, મિત્રો અને પંજાબી ઇન્ડસ્ટ્રીના લોકો તેને અંતિમ વિદાય આપવા આવ્યા.

કંવર ચહલે શહનાઝ ગિલ સાથે ‘માઝે દી જટ્ટી’માં કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણા પ્રખ્યાત પંજાબી ગાયકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી જ્યારે સિંગર નિરવૈર સિંહે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

Shah Jina