મનોરંજન

મશહૂર સિંગરનું થયુ હતું નિધન, રોડ અકસ્માતમાં થઇ મોત, 2 એપ્રિલે રીલિઝ થશે નવુ ગીત

મશહૂર પંજાબી સિંગર દિલજાનના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ફેમસ સિંગર દિલજાનનું નિધન થઇ ગયુ છે. તેમનું નિધન મંગળવારે સવારે થયુ હતુ. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, સિંગરની મોત એક રોડ અકસ્માતમાં થઇ છે. તેમના નિધનથી બધા હેરાન છે.

Image source

આ અકસ્માત થયો ત્યારે સિંગર અમૃતસર જઇ રહ્યા હતા. તેમના નિધનથી પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. સિંગરના નિધન પર સ્ટાર્સ પણ દુખ જતાવી રહ્યા છે.

Image source

દિલજાનના પરિવારજનોએ જણાવ્યુ કે, 2 એપ્રિલે દિલજાનનું નવુ ગીત રીલિઝ થવાનુ છે, જેને કારણે એક મીટિંગ અટેંડ કરવા તેઓ સોમવારે તેમની ગાડીમાં અમૃતસર જઇ રહ્યા હતા અને. મોડી રાત્રે પાછા આવતા સમયે આ અકસ્માત થઇ ગયો. જેમાં તેમની મોત થઇ ગઇ. જે સમયે આ થયુ ત્યારે તે ગાડીમાં એકલા જ હતા.

Image source

આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલજાનના નિધનથી તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. ચાહકો સોશિયલ મીડિયા પર સિંગરને અલગ અલગ રીતે યાદ કરી રહ્યા છે.

Image source

દિલજાને તેમના નાના કરિયરમાં ઘણા શાનદાર ગીત આપ્યા છે. તેમની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી હતી. તેમના ઘણી ગીતો તો ખૂબ જ ચર્ચામાં પણ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Diljaan (@diljaanlive)

તમને જણાવી દઇએ કે, દિલજાન વર્ષ 2012માં ટીવી રિયાલીટી શો “સુરક્ષેત્ર”ના રનર અપ રહ્યા હતા. આ શોમાં તેઓ ઘણા ચર્ચામાં પણ રહ્યા હતા. દિલજાન તેમની ગાયિકીથી ચાહકો વચ્ચે ચર્ચિત હતા.