પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા બાદ વધુ એક સિંગર પર હુમલો, હની સીંગે મા સમાની ગાળો ભાંડી, જુઓ

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાએ સમગ્ર પંજાબી ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. તેની વિદાયથી સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સિદ્ધુના મોતના ઘા હજુ તો રૂઝાયા નથી ત્યાં વધુ એક પંજાબી ગાયક પર જીવલેણ હુમલો થયો છે. આ ઘટના શનિવારે સાંજે બની હતી. સિંગરને ફોર્ટિસ હોસ્પિટલ મોહાલીમાં લાવવામાં આવ્યો હતો, જયાં તેની સારવાર ચાલી રહી છે. રેપર હની સિંહે ગાયકનો ફોટો શેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા છે. હની સિંહે સિંગર અલ્ફાઝનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ ફોટોમાં અલ્ફાઝ ઘાયલ હાલતમાં હોસ્પિટલના બેડ પર જોઈ શકાય છે. અલ્ફાઝ ઉર્ફે અમનજોત સિંહ પંવારને એક વાહને ટક્કર મારી હતી. જે બાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારે બની હતી. અલ્ફાઝ સ્થાનિક ઢાબા પર હતો ત્યારે આ ઘટના બની હતી. રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પર માહિતી આપતા હની સિંહે લખ્યું હતું કે અલ્ફાઝ ખતરાની બહાર છે. અહેવાલો અનુસાર, ‘યાર બથેરે’ ગાયક તેના ત્રણ મિત્રો સાથે ઢાબા પર હતો

ત્યારે ત્યાંના ભૂતપૂર્વ કર્મચારી વિકી સાથે ઝઘડો થયો હતો. હકીકતમાં, વિકીએ અલ્ફાઝને મધ્યસ્થી કરવા અને ઢાબાના માલિક પાસેથી તેની બાકી રકમ ચૂકવવા વિનંતી કરી હતી. જ્યારે ગાયકે દરમિયાનગીરી કરવાનો ઇનકાર કર્યો, ત્યારે વિકીએ માલિકના ટેમ્પો સાથે ભાગવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન સિંગર ઘાયલ થયો હતો. ગાયકને માથા, હાથ અને પગમાં ઘણી ઇજાઓ થઈ હતી અને તેના મિત્રો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

બીજી તરફ આરોપી વિકી ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પરંતુ બાદમાં મોહાલી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અલ્ફાઝ એક પંજાબી ગાયક છે જે તેના સુપરહિટ ગીતો જેમ કે ‘પુટ જટ્ટ દા’, ‘રિક્ષા’, ‘ગદ્દી’ અને બીજા ઘણા માટે જાણીતો છે. ગાયકે હની સિંહ સાથે ‘હાય મેરા દિલ’, ‘બેબો’, ‘બર્થ ડે બૅશ’ અને ‘યાર બથેરે’ જેવા ચાર્ટબસ્ટર ટ્રેક માટે સહયોગ કર્યો છે.

અલ્ફાઝને લઈને હની સિંહની પોસ્ટ જોયા બાદ પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ અલ્ફાઝના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. તે જ સમયે, ચાહકો આ સમાચારથી ચોંકી ગયા છે. અલ્ફાઝ એક પ્રખ્યાત પંજાબી ગાયક છે. આ સિવાય તે એક્ટર, મોડલ, લેખક પણ છે. તેનું સાચું નામ અમનજોત સિંહ પંવાર છે. અલ્ફાઝનો જન્મ ચંદીગઢમાં થયો હતો.

Shah Jina