રસોઈ

એકની એક પંજાબી પનીરની સબ્જી ખાઈને કંટાળી ગયા છો તો આજે જ ટ્રાય કરો સરસો નું શાક, મકકે ની રોટલી સાથે લીંબુનું અથાણું.

પંજાબી સબ્જી આપણ ને ખૂબ જ ભાવે છે. તેમાં નાન બટર રોટલી પરાઠા વગેરે સાથે ખાવા નો અનેરો આનંદ આવે છે. ફૂલ મસાલેદાર, ગરમ મસાલા થી ભરપૂર, પનીર થી ભરપૂર, માખણ થી ભરપૂર, ચટાકેદાર પંજાબી વાનગી બનતી હોય એટલે મોં માં પાણી આવી જાય. પંજાબી દરેક વાનગી મન ભાવક અને સ્વાદિષ્ટ હોય છે.

પંજાબી વાનગી બનાવવા માટે ની સામગ્રી

1 કિલો – સરસો ના પાન ડીટિયા સહિત

 • 250 ગ્રામ પાલક અથવા બધુયા
 • 2 – શલજમ સમારેલા
 • મીઠું સ્વાદ અનુસાર
 • 2 મોટા ચમચી – પીસેલો ગોળ
 • વઘાર માટે
 • દેશી ઘી – 3 મોટા ચમચા
 • આદું – એક ઈંચ જેટલો (ઝીણો સમારેલો)
 • ડુંગળી – 1 મોટી (ઝીણી સમારેલી)
 • લીલા મરચાં – 2 ઝીણા સમારેલા
 • લસણ –  4 થી 5 ઝીણી સમારેલું કે ખાંડેલુ

મકકી ની રોટલી

 • 2 કપ મકકી નો લોટ
 • ½ – ઘઉં નો લોટ
 • બાંધવા માટે – ગરમા પાણી
 • ઘી – અડધી વાટકી

સરસો ની સબ્જી બનાવવા માટે રીત

 • સૌપ્રથમ સરસો ના પાન ને સારી રીતે સાફ કરી લો. પહેલા પાન ને અલગ કરી લો. અને છાલ કાઢી લો. પછી તેને સારી રીતે સમારી લો. ઉપર નો નરમ ભાગ સમારી શકાય છે. પાલક અથવા બધુયા ના પાન ને પણ સમારી સરસો ની સાથે ભેળવી દો.
 • આ બધી સબ્જી ને બે કે ત્રણ વખત ધોઈ સાફ કરી દો. હેવ એક વાસણ માં અડધો કપ પાણી અને સમારેલો સાગ નાખો. અડધા લસણ, આદું અને લીલા મરચાં ને બરાબર સમારી તેને સાગ માં નાખી દો. આમાં શલજમ પણ ઝીણું સમારી ને ભેળવી દો. મીઠું ભેળવી તેને ગેસ પર મૂકો અને ગરમ થવા દો.
 • જ્યારે સાગ ગળવા લાગે ત્યએ તને ઢાંકી મધ્યમ તાપે 15 થી 20 મિનિટ સુધી ચડવા દો. હવે ગેસ બંધ કરીદો અને ઠંડુ થવા દો. હવે ઠંડુ થઈ જાય પછી તેને મિક્સર ના હાર માં નાખી પેસ્ટ બને એટલું પીસી લો. વધારે પડતું પીસવું નહીં પણ અનરમ બનાવવું. મકકી નો લોટ અને ગોળ સાગ માં મિક્સ કરી તેને ધીમા તાપે 15 મિનિટ સુધી ચડવા દો.
 • હવે તડકો દેવા માટે દેશી ઘી ને ગેસ પર ગરમ કરવા માટે મૂકો. ગેસ ને ધીમો રાખો અને તેમાં ઝીણું સમારેલું લસણ, ડુંગળી, આદું અને લીલા મરચાં ભેળવી દો. આને ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી આદું નો રંગ બદલાય ના જાય.
 • હવે ગેસ પર થી ઉતારી લો, ઘી ને સાગ માં નાખી સારી રીતે મિક્સ કરી દો. ઘરે બનેલા તાજા માખણ અને મકકી ની રોટલી સાથે તેને પીરસો.

મકકી ની રોટલી બનાવવા માટે ની રીત

 • હવે પહેલા ઘઉં અને મકકી નો લોટ ચાળી ને એક વાસણ માં ભેગો કરો. ગરમ પાણી થી હળવા હલાવ હાથે તેને બાંધી લો. એએમ લોટ તૈયાર કરી લો. આ લોટ 2 અથવા 3 કલાક પહેલા બાંધી લેવો.
 • સાફ પોલીથીન બેગ ને લો અને તેના બે ભાગ પાડી લો. આ ભાગ ને પાટલા પર મૂકી દો. હવે લોટ નો એક લૂઓ લઈ તેને પોલીથીન પર મૂકી દો. ભિજા પોલીથીન ના ભાગ ને આ લૂઆ પર મૂકી દો.
 • આને ત્યાં સુધી વણો જ્યાં સુધી તેની નરમ મોટી રોટલી વણાય ના જાય.
 • ધીમા તાપે આ રોટલી ને બંને બાજુ ઘી લગાવી બરાબર ચડવા દો. થોડુક માખણ અને સરસો ની સબ્જી સાથે આ પીરસો અને ખાવો.

લીંબુ નું અથાણું

પંજાબી સબ્જી ખાતા હોઈએ અને જો તેની સાથે લીંબુ નું અથાણું ના હોય તો મજા ના આવે. તો પંજાબી વાનગી ના ડીશ સાથે લીંબુ નું અથાણું બનાવવું ના ભૂલશો.

સામગ્રી

અડધો લિકો લીંબુ અને અડધો કિલો ખાંડ, આ થી 2 ચમચી નાની મીઠું, એક નાની ચમચી એલચી નો પાઉડર, 6 થી 8 પીસેલા મરી, અડધી ચમચી લાલ મરચાં નો પાઉડર

રીત

 • એક-એક લીંબુ ના ચાર-ચાર ટુકડા કરી તેમાં મીઠું ભરી ને નરમ થવા માટે 25 થી 30 દિવસ સુધી એક બરણી માં ભરો અને વચ્ચે-વચ્ચે તેને હલાવતા રહો.
 • જ્યારે લીંબુ નરમ થઈ જાય ત્યારે લીંબુ માં ખાંડ, કાળું મીઠું, મરી, લાલ મરચાં નો પાઉડર અને મોટી એલચી નો પાઉડર નાખી ભેળવી નાખો. તેને 3 થી 4 દિવસ માટે તડકે રાખો.
 • દરરોજ સાફ અને કોરા કપડાં એ અથાણાં ને જરૂર થી હલાવો.
 • એક અઠવાડીયા માં લીંબુ નું મીઠું અથાણું તૈયાર થઈ જશે.
 • ધ્યાન રાખો કે અથાણાં ને હંમેશા સાફ અને કોરા ચમચા થી લેવું.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ