ખબર

રસ્તા પર પાર્ક કરેલી ગાડીને લીધે થયો ટ્રાફિક જામ, જુઓ આ બાહુબલી પંજાબીએ શું કર્યું? જોઈને દંગ રહી જશો!

પંજાબ અને ત્યાંના લોકોની વાત જ નિરાળી છે. પંજાબીઓ હંમેશા તેમની ઉદારતા અને તેમના મજબૂત વ્યક્તિત્વ માટે જાણીતા છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં પંજાબીની તાકાત જોવા મળી રહી છે અને લોકો આ વીડિયોના ખૂબ જ વખાણ કરી રહયા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

Image Source

કહેવાય રહ્યું છે કે આ વિડીયો પંજાબના મોગાનો છે, એક વ્યક્તિ રસ્તા પરથી પોતાની કારમાં જઈ રહ્યો છે, ત્યારે તેને રસ્તા પર વચ્ચે અન્ય એક વ્યક્તિએ પાર્ક કરેલી કાર નડી રહી છે. આ કાર એવી રીતે પાર્ક છે કે રસ્તો બ્લોક થઇ ગયો છે. ત્યારે આ પંજાબી વ્યક્તિ જે કરે છે તેને જોઈને લોકો દંગ રહી જાય છે.

સામાન્ય રીતે કોઈ બીજું હોય તો આ ગાડીના માલિકને હોર્ન મારીને બોલાવશે અને ગાડી હટાવવાનું કહેશે પણ આ પંજાબી વ્યક્તિએ એક અલગ જ રસ્તો કાઢ્યો. તેઓને રસ્તા પરથી પોતાની ગાડીમાં પસાર થવામાં એ ગાડી નડી રહી હતી તો તેઓ પોતાની ગાડીમાંથી ઉતર્યા અને રસ્તા વચ્ચે પાર્ક ગાડીને હાથેથી ઉઠાવીને હટાવીને રસ્તાની સાઈડમાં કરી દે છે. એટલામાં જ એ ગાડીનો ડ્રાઈવર આવી જાય છે અને એ પણ સ્મિત સાથે ઈશારામાં બધું જ બરાબર છે એવું કહે છે. અને પછી પેલા પંજાબી વ્યક્તિ પોતાની ગાડીમાં બેસીને આગળ વધી જાય છે.

આ પંજાબી વ્યક્તિની શક્તિનો અંદાજો તો તમે વિડીયો જોઈને જ લગાવી શકો છો. આ વિડીયો ટ્વીટર પર અનિલ ચોપરા નામના વ્યક્તિએ શેર કર્યો છે. અનિલ ચોપરા નિવૃત્ત એર માર્શલ છે. આ વીડિયોને શેર કરતા તેમણે લખ્યું છે કે ‘ક્યારેય પણ પંજાબી લોકોનો રસ્તો ન રોકો. આ મોગામાં બન્યું છે.’

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે. આ વિડીયો પર લોકો કોમેન્ટ્સમાં પંજાબીઓની તાકાતના વખાણ પણ કરી રહયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.